ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી વિષે જાણો, આ તમામ વાતો
શુક્રવારે અમદાવાદના કમલમ ખાતે મળેલી બેઠકમાં ભાજપે સર્વોનુમતે વિજય રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યો છે. સોમવારે પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ વિજય રૂપાણી, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથવિધિ કરશે. નોંધનીય છે કે રૂપાણીને અમિત શાહના અને નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવતા હતા. અને પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે થોડાક જ સમયમાં કાર્યકરોમાં સાથે સારો સંપર્ક બનાવ્યો હતો.
ત્યારે ગુજરાતના સીએમ લિસ્ટમાં હાલ બે નેતાઓ ટોપમાં છે. જો કે સીએમ પદની ચર્ચા વખતે તેમણે પોતાને આ લિસ્ટમાં ના હોવાનું અને સંગઠનના વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું. કદાચ તેમનો આ જ ભાવ તેમને આજે આ મુકામ પર લાવ્યો છે. તો ગુજરાતના નવા મુખ્યમંત્રી તેવા વિજય રૂપાણી વિષે કેટલીક ખાસ અને રસપ્રદ વાતો વાંચો અહીં.
સ્વચ્છ છબી
2 ઓગસ્ટ 1956ના રોજ જન્મેલા વિજય રૂપાણી ગુજરાતના એક જૈન વેપારી પરિવારથી આવે છે. વળી પાર્ટીમાં તે તેમની સાફ છબી માટે જાણીતા છે.
ભણતર
વિજય રૂપાણીએ બીએ એલએલબી કર્યું છે અને તેમણે પોતાના કેરિયરની શરૂઆત એક વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી.
સંધમાં જોડાયા
1971માં વિજય રૂપાણી સંધમાં જોડાયા. તે રાજકોટના વિધાયક પણ રહી ચૂક્યા છે અને તે બાદ ભાજપના મહાસચિવ અને રાજ્યસભાના સંસદ પણ રહી ચૂક્યા છે.
મોદી, શાહથી નજદિકી
વિજય રૂપાણીનો સૌથી મોટા પ્લસ પોઇન્ટ તે છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેના ફેવરેટ લિસ્ટમાં છે.
યુવાનોમાં લોકપ્રિય
સાથે જ તે યુવા કાર્યકર્તાઓમાં પણ સારા એવા પ્રસિદ્ધ છે. તેમની સ્વચ્છ છબી, મોહક વ્યક્તિત્વ અને વાત કરવાની છટા તેમને આ પદના પ્રબળ દાવેદાર બનાવા પાછળ કારણભૂત રહ્યું છે.
ટ્રાન્સપોર્ટ પ્રધાન
તે વાત તો બધા જ જાણે છે કે રૂપાણી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હોવાની સાથે જ ગુજરાત સરકારમાં ટ્રાન્સપોર્ટ પ્રધાન પણ હતા.
ગુજરાત રાજકારણથી પરિચય
વિજય રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન ગ્રાસ રૂટ લેવલ પર સારું એવું કામ કર્યું છે. અને તેમને ગુજરાત રાજકારણની સારી એવી સમજ પણ છે. જે તેમની આવી જ વાતો આજે તેમને ગુજરાતના નાથ બનાવ્યા છે.