For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોરમાં ટ્રીટમેન્ટ કરાવીને અમદાવાદ પરત ફર્યો હાર્દિક પટેલ

બેંગ્લોરમાં ટ્રીટમેન્ટ કરાવીને અમદાવાદ પરત ફર્યો હાર્દિક પટેલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ઉપવાસ આંદોલન બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની તબિયત લથડી હતી. 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલ સ્વસ્થ થવા માટે બાંગ્લોરના જિંદાલ નેચર કેરમાં સારવાર લેવા માટે આવ્યો હતો. એક અઠવાડિયાની સારવાર લીધા બાદ હાર્દિક પટેલ અમદાવાદ પરત ફર્યો છે. ટ્રીટમેન્ટ બાદ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું કે, 'ગુડ બાય બેંગ્લોર, હેલ્થ ઈઝ વેલ્થ- થેન્ક્સ જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યૂટ.'

ઉપવાસ આંદોલન બાદ તબિયત લથડી હતી

ઉપવાસ આંદોલન બાદ તબિયત લથડી હતી

જણાવી દઈએ કે હાર્દિક પટેલે પાટીદાર અનામત, અલ્પેશ કથારિયાની જેલ મુક્તિ અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે ભૂખહડતાળ શરૂ કરી હતી. 25મી ઓગસ્ટથી શરૂ કરાયેલ આ હડતાળને હાર્દિક પટેલે 12 સપ્ટેમ્બરે સમેટી લીધી હતી. 19 દિવસના આ આમરણાંત ઉપવાસ દરમિયાન કેટલાય રાજકીય પક્ષોના નેતાઓએ હાર્દિકને સપોર્ટ આપ્યો હતો જેને પગલે રાજ્ય સરકારની મુશ્કેલીઓ પણ વધી ગઈ હતી. આખરે તબિયત લથડતાં પાટીદાર સમાજની 6 સંસ્થાએ ભલામણ કરતાં હાર્દિક પટેલે ઉપવાસ સમેટી લીધા હતા.

સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર

સારવાર કરાવવા બેંગ્લોર આવ્યો હતો

જિંદાલ નેચર કેરમાં સારવાર લેવા જાય તે પહેલા જિંદાલ ઈન્સ્ટિટ્યૂટ તરફથી હાર્દિક પટેલને એક મેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં બાંહેધરી માંગવામાં આવી હતી કે હાર્દિક પટેલ સારવાર તો લઈ શકે પણ જિંદાલ નેચર કેરમાં રહે ત્યાં સુધી કોઈ પોલિટિકલ નેતા તેને મળવા ન આવવા જોઈએ કે આ અંગે જિંદાલના કેમ્પસમાં ચર્ચા ન થવી જોઈએ, હાર્દિકે જિંદાલ નેચર કેરની શરત માની હતી અને એક અઠવાડિયા સુધી રાજકારણથી દૂર રહ્યો હતો. જો કે હવે તે તંદુરસ્ત થઈ જતાં ફરી આંદોલન સક્રિય કરવાની ઘોષણા કરી છે.
આ પણ વાંચો- સ્ટેચ્યુ ઑફ યુનિટી પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીને ભાજપે ગણાવ્યા સરદાર વિરોધી

ફરી આંદોલન સક્રિય કરશે

24મી સપ્ટેમ્બરે ટ્વીટ કરીને હાર્દિક પટેલે કહ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જંયતિ 2જી ઓક્ટોબરથી ખેડૂતાનું દેવું માફી અને સામાજિક ન્યાયની માગણી સાથે મોરબીથી એક દિવસના ધરણાનો કાર્યક્રમ થશે. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે આ કાર્યક્રમ ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધુ તાલુકામાં થશે.

લો બોલો, પરીક્ષામાં પુછાયો સવાલ- હાર્દિકને પાણી કોણે પાયું? લો બોલો, પરીક્ષામાં પુછાયો સવાલ- હાર્દિકને પાણી કોણે પાયું?

English summary
after getting treatment at jindal naturecure hardik patel returned home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X