રાહુલ ગાંધીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, પછી જશે અમદાવાદ

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના નવા અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી આજે પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ આજે ચાર્ટર પ્લેનમાં કેશોદ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તે સોમનાથ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે ચુસ્ત બંદોવસ્ત વચ્ચે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ દાદાના દર્શન કરીને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચશે. અને ત્યાં કોંગ્રેસની ચિંતન શિબિરના છેલ્લા દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને આગળની રણનીતિ નક્કી કરશે. તે વાત તો બધા જ જાણે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ છે. પણ તે વાત પણ નકારી ના શકાય કે 22 વર્ષ પછી કોંગ્રેસને 70થી વધુ બેઠકો મળી છે.

Rahul Gandhi

નોંધનીય છે કે કોંગ્રેસ એક સબળ વિપક્ષ તરીકે વિધાનસભામાં પોતાની જાતને પહેલીવાર રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં આ સબળ વિપક્ષ બનાવાના કારણે ભાજપની મુશ્કેલીઓ વધશે.ત્યારે આ પહેલા જે સોમનાથ દર્શન વખતે રાહુલ ગાંધી ધર્મના વિવાદોમાં ફસાયા હતા. અને જે બાદ તેમને જનોઇધારી હિંદુ કહેવામાં આવ્યા હતા. તે જ સોમનાથ મંદિરના દર્શન કરવા રાહુલ ગાંધી આજે પહોંચ્યા હતા. વધુમાં અશોક ગેહલોત સમેત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ દર્શન વખતે તેમની સાથે રહ્યા હતા. આમ કોંગ્રેસને સબળ વિપક્ષ તરીકે મૂક્યા પછી અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધી પહેલી વાર સોમનાથ મંદિરના દર્શન ક્યા હતા. અને સોમનાથ ભગવાનના આશીર્વાદ લીધા હતા.

English summary
After Gujarat Election Rahul Gandhi's first visit to Gujarat. He do darshan at Somnath temple and then go to Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.