For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ પરિવર્તન બાદ ''LC''માં નામ, ધર્મ સુધારવાની તૈયારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 જાન્યુઆરી: દસમું બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ (એલસી)માં ધર્મ પરિવર્તન બાદ હવે નામ, જાતિ, તથા ધર્મ, જન્મતારીખમાં સુધારો કરી શકાય, તેની તૈયારી ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઇબી)ના સભ્ય ડૉ. પ્રિયવદન કોરાટે આ સાથે સંકળાયેલો એક પ્રસ્તાવ બોર્ડની કાર્યકારિણી સમિતિના સમક્ષ મુક્યો છે.

શુક્રવારે યોજાનારી કાર્યકારીણી સમિતિની મંજૂરી લીધા બાદ આ પ્રસ્તાવ આગળની ચર્ચા તથા નિર્ણય લેવા પાંચ જાન્યુઆરીના રોજ યોજાનારી બોર્ડની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. ડૉ. કોરાટે જણાવ્યું હતું કે હાલના નીતિ-નિયમોના અનુસાર દસમા ધોરણમાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ (એલસી)માં ના તો વિદ્યાર્થીનું નામ, ના તો જાતિ, ના તો જન્મતારીખ અને ના તો ધર્મમાં કોઇ સુધારો કરી શકાય છે. જો સુધારો કરવો હોય તો દસમા ધોરણ પહેલાંના દસ્તાવેજ લઇને સ્કુલના જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લઇને કરી શકાય. દસમા ધોરણમાં પાસ થયા બાદ આમ થઇ શકે. તેના લીધે યુવાનોને ખાસકરીને, તેમને જે કિશોર થયા બાદ પોતાનો ધર્મ બદલે છે ખૂબ સમસ્યા ઉભી થાય છે.

gseb

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મંજૂરી મળ્યા બાદ પોતાનો ધર્મ બદલી પણ લે તો તેમના સ્કુલ લીવિંગ સર્ટિફિકેટમાં તેમની જાતિ તથા ધર્મ, નામમાં સુધારો થતો નથી. તેનાથી ધર્મ પરિવર્તન બાદ તેમને મળનાર લાભથી તે વંચિત રહી જાય છે. જો બોર્ડ આ પ્રસ્તાવને મંજૂરી આપી દે છે તો તેમને આ મુશ્કેલીનો સામનો કરવો નહી પડે.

જો કે આ પ્રસ્તાવ બોર્ડની સામાન્ય સભામાં રજૂ થશે કે નહી તેના પર પણ સંશય છે. વિવાદાસ્પદ પ્રસ્તાવ હોવાના લીધે આ નિર્ણય શુક્રવારે યોજાનારી બોર્ડની કાર્યકારિણી સમિતિની બેઠકમાં થશે. જો કાર્યકારિણી સમિતિ આ પ્રસ્તાવને બોર્ડમાં રજૂ કરવાની મંજૂરી આપી છે તો આ પ્રસ્તાવ બોર્ડ સામાન્ય બોર્ડ સામાન્ય સભામાં રજૂ થશે.

સૂત્રોનું કહેવું છે કે હજુ દેશનું એકનું પણ બોર્ડ એવું નથી, જેમાં દસમા પાસ બાદ સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ રજૂ થયા બાદ તેમાં નામ, જાતિ, જન્મતારીખ કે ધર્મમાં સુધારાના જોગવાઇ હોય. જો બોર્ડ આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો આમ કરનાર જીએસબી દેશનું પ્રથમ બોર્ડ હશે.

ડૉ. પ્રિયવદન કોરાટ કહે છે કે આ પ્રસ્તાવને જો બોર્ડ મંજૂરી આપી દે છે તો ધર્મ પરિવર્તન કરનાર જ નહી તે બધા વિદ્યાર્થીઓ દસમા બાદ પોતાના સ્કુલ લીવિંગ સર્ટિફિકેટમાં પોતાના નામ, જાતિ, જન્મતારીખમાં સુધારો કરી શકે છે જેના નામમાં કોઇ ભૂલ રહી ગઇ છે અથવા પોતાનું નામ પાછળથી બદલ્યું છે. આ બોર્ડના બધા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હશે.

English summary
After his conversion, "LC" in the name of religion improved preparation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X