For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટના RTI કાર્યકર્તા બાદ તેના દીકરાની પણ હત્યા

રાજકોટના RTI કાર્યકર્તા બાદ તેના દીકરાની પણ હત્યા

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાતમાં રાજકોટના માણેકવાડા ગામમાં વિકાસ પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર આરટીઆઈ કાર્યકર્તા નાનજી સોંદર્વના દીકરા રાજેશ સોંદર્વની હત્યા કરી દેવામાં આવી. રાજેશ સોંદર્વ દલિત હતો અને તે પોતાના પિતાના હત્યારાઓના જામીન રદ્દ કરાવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો હતો. તના પિતાની ગામના ઉચ્ચ-જાતિના લોકોએ 9 માર્ચ 2018ના રોજ હત્યા કરી મૂકી હતી. આ મામલામાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. રાજેશ તેમના જામીન રદ્દ કરાવવા માંગતો હતો, તેને પણ મારી નાખવામાં આવ્યો.

પિતાના હત્યારાઓને જેલમાં જ રાખવા માંગતો હતો

પિતાના હત્યારાઓને જેલમાં જ રાખવા માંગતો હતો

એક પોલીસ અધિકારી પાસેથી મળેલી જાણકારી મુજબ રાજેશ 19 વર્ષનો હતો. ગત 22 મેના રોજ તે પોતાના મિત્ર મિલન પરમાર સાથે રાજકોટના કોટડા સાંગાણીના માણેકવાડા ગામ સ્થિત પોતાના ઘરે પરત ફરતી રહ્યો હતો. પરંતુ રસ્તામાં કેટલાક લોકોએ તેને પકડી લીધો અને એ રાત્રે જ તેની હત્યા કરી મૂકી. આ હત્યાકાંડના કેટલાક દિવસો પહેલા તેના પિતા નાનજી સોંદર્વની હત્યાના આરોપીઓમાંથી એકને માણેકવાડા ગામમાં ખુલ્લેઆમ ફરતાં જોયો હતો. જે બાદ રાજેશે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.

પિતાના હત્યારાઓએ દીકરાને પણ ઠેકાણે લગાવ્યો?

પિતાના હત્યારાઓએ દીકરાને પણ ઠેકાણે લગાવ્યો?

રાજેશ અદાલત ગયો હોવાની વાત ગામના ઉંચી જાતિના લોકોને જાણવા મળી. પોલીસને શંકા છે કે જેમને રાજેશના પિતાની હત્યામાં જેલ થઈ હતી અને જમાનત પર બહાર છે તેઓએ જ રાજેશની પણ હત્યા કરી હોય શકે છે. કેમ કે રાજેશ પોતાના પિતાના હત્યારાઓને સજા અપાવવા કેસ લડી રહ્યો હતો.

કોંગ્રેસ સાથે જોડાયેલ શખ્સ છે હત્યાનો આરોપી

કોંગ્રેસ સાથે જોડાયેલ શખ્સ છે હત્યાનો આરોપી

પ્રારંભિક તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ હત્યાકાંડના આરોપી મહેન્દ્ર સિંહ નામનો શખ્સ છે. તે કોટડા સાંગાણી તાલુકા પંચાયતની તાત્કાલીન કોંગ્રેસ સભ્ય બેનાબા જાડેજાનો પતિ છે. મહેન્દ્ર સિંહના પિતા તાત્કાલીન માણેકવાડા ગામના સરપંચ ભીખુભા જાડેજા છે. આ કાંડ સાથે જોડાયેલ મોટાભાગના આરોપી અપરાધિક પ્રવૃત્તિમાં જ સંકળાયેલા છે. હાલ પોલીસે રાજેશના સગા-સંંધીઓની ફરિયાદ પર આરોપીઓને સજા અપાવવાની વાત કહી છે.

સુરત અગ્નિકાંડની રિપોર્ટ સામે આવી, જાણો કેવી રીતે લાગી આગ સુરત અગ્નિકાંડની રિપોર્ટ સામે આવી, જાણો કેવી રીતે લાગી આગ

English summary
after rti activist his son also murdered in rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X