કૃષિમંત્રીના હસ્તે અકસ્માત વિમાના લાભાર્થિઓને 21.72 લાખના ચેક અર્પણ કરાયો

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ૪ લાભાર્થીઓને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. ૨૧.૭૨ લાખની રકમના ચેક ફાળવવામાં આવ્યા હતા.

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ૪ લાભાર્થીઓને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. ૨૧.૭૨ લાખની રકમના ચેક ફાળવવામાં આવ્યા હતા.

Bhupendra patel

જામનગર તાલુકાના ખંભાલીડા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. ભગવાનજીભાઈ મેઘાભાઈ મુંગરાનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર જયાબેન ભગવાનજીભાઈ મુંગરાને રૂ. ૫.૪૨ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. લાવડીયા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. માધુભા બહાદુરસિંહ જાડેજાના વારસદાર રંજનબા માધુભા જાડેજાને રૂ. ૫.૪૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. દડીયા ગામના ખેડૂત સ્વ. કાંતિલાલ ગોરધનભાઈ નંદાના વારસદાર મધુબેન કાંતિલાલ નંદાને રૂ. ૫.૪૪ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાલંભડીના ખેડૂત સ્વ. ટીલુભા તખુભા જાડેજાના વારસદાર પ્રસન્નબા ટીલુભા જાડેજાને રૂ. ૫.૪૪ લાખની સહાય મળીને કુલ રૂ. ૨૧.૭૨ લાખના સહાય ચેક કૃષિમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનશ્રી જમનભાઈ ભંડેરી, સેક્રેટરીશ્રી હિતેષભાઇ પટેલ, અન્ય સદસ્યશ્રીઓ અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X