ગુજરાતમાંથી મોદી મોડલને ઉખેડી ફેંકવાનો સમય આવી ગયોઃ અહમદ પટેલ

Ahmed_Patel
જંબુસર, 8 ડિસેમ્બરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યમાં આરોપ-પ્રત્યારોપનો દોર જોર-શોરમાં ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાત ઉતરી આવેલી કોંગ્રેસી નેતાઓની ફોજ મોદી અને ગુજરાતના વિકાસને લઇને આકરા પ્રહારો કરી રહ્યાં છે. જંબુસર ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ અહમદ પટેલે મોદી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે.

તેમણે મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે જેમના દિલ કાળા હોય છે તેઓ સદભાવનાની વાતો કરે છે. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજા ગેરમાર્ગે દોરાય રહી છે. ગુજરાત કુપોષણથી પીડિત છે, પરંતુ તે દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

તેમણે કહ્યું કે, મોદી સરકાર ગુજરાતમાં વિકાસ થયો છે તેવા દાવાઓ કરી રહી છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ છે. તેમણે ઇન્વેસ્ટમેન્ટ અને એમઓયુના નામે લોકોને માત્ર છેતર્યા છે. ગુજરાત પર કરોડો રૂપિયાનું દેવું આ સરકારના સાશનકાળમાં થયું છે. ગુજરાતમાં ઉદ્યોગો આવ્યા છે પરંતુ બધા ઉદ્યોગો મોટા આવ્યા છે. જેનાથી પ્રજાને કોઇ ફાયદો થયો નથી, જે ફાયદો થયો છે તે મોટા ઉદ્યોગોને થયો છે. આ તકે તેમણે નેનો પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. મોદી સરકારના રાજમાં સામાન્ય માણસોની રોજીરોટી છિનવાઇ હોવાનું પણ અહમદ પટેલે કહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નર્મદાનું પાણી લોકો સુધી પહોંચાડવાનું હતું પરંતુ હજું સુધી એ પાણી લોકો સુધ પહોંચ્યું નથી. ગુજરાતએ વિકાસ મોડલ છે તેવી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ખરા અર્થમાં તે ગુજરાતનું વિકાસ મોડલ નહીં પણ ગુજરાતનું મોદી મોડલ છે અને આ વખતે ગુજરાતના એ મોદી મોડલને ઉખેડીને ફંકી દેવાનું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X