અમદાવાદ: રીક્ષા ગેંગ કરે છે ચોરી, 1 માસમાં 20 બનાવ નોંધાયા

Subscribe to Oneindia News

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા સો વાર વિચાર કરજો. તેમાં પણ શટલ રીક્ષામાં મુસાફરી તો જોખમી જ સાબિત થશે. કારણ કે મુસાફરોના કિંમતી સામાન અને દાગીનાની ચોરી થવાના બનાવ ગંભીર રીતે વધી ગયા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી રાજેન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પટેલ (ઉં.65) ગુરૂવારે સાંજે 4 વાગે તેમની પુત્રવધુ સાથે માધુપુરા માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા. તેઓ માધુપુરા જવા શટલ રીક્ષામાં બેઠા ત્યારે રીક્ષામાં અન્ય ત્રણ મુસાફરો હતા. આ દરમિયાન ગુજરાત જીનીગ મિલ પાસે પહોંચ્યા ત્યારે અચાનક રીક્ષા ચાલકે જણાવેલ કે, મારે બીજા પેસેન્જરને અહીંયા ઉતારવાના છે, જેથી ઉતરી જાવ હું થોડીવારમાં આવું છું.

Auto

જો કે, 15 મિનિટ સુધી રીક્ષા ડ્રાઇવર પરત ન આવતા પુષ્પાબેનને શંકા જતા પોતાની બેગ તપાસી હતી. તેમાંથી રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેન ગાયબ હતી. આ અંગે પુષ્પાબેને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાછલા એક મહિનામાં રીક્ષા ગેંગ દ્વારા ચોરી કરવાના 20 જેટલા બનાવ પોલીસ મથકે નોંધાયા છે. રિક્ષામાંથી મુસાફરનો સામાન ચોરાયાનો અન્ય બનાવ ખોખરા પોલીસ મથકે બન્યો હતો. જેમાં 39 વર્ષના માયાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તે રીક્ષામાં બાપુનગર જતા હતા ત્યારે તેમની બેગની ચોરી થઈ હતી. તેમની બેગમાં રૂપિયા 1.44 લાખની કિંમતના સોનાના દાગીના હતા.

English summary
Ahmedabad: Auto rickshaw gang theft money, jewellery from customers

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.