ચૂંટણી પહેલા પોલીસે 30 લાખની રોકડ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ પાસે નિકોલ પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવા માટે ડી માર્ટ નિકોલ ક્રોસ રોડ પાસે વોચમાં હતા ત્યારે દારૂની ડીલેવરી આપવા એક્ટીવા સ્કુટર પર સુરેશ પટેલ નજીકમાં પાર્ક કરેલી ઇનોવા કાર પાસે દારૂની બોટલ આપવા ગયો ત્યારે દારૂની ડીલેવરી લેવા આવનાર અને દારૂ આપવા આવનાર સુરેશ પટેલને ઝડપી લીધો હતો. બીજી તરફ કારમાં તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી કારણ કે કારમાંથી પોલીસને રૂપિયા 30 લાખની રોકડ ભરેલી બેગ મળી આવી હતી. સ્ટેટ ઇલેક્શન કમિશનની ગાઇડલાઇન છે કે જો 10 લાખ રૂપિયા ઉપરની કેસ મળે તો ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને જાણ કરવી જરૂરી છે. જેથી પોલીસ આ અંગે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર વિનય કૌશલ અને તેમની ટીમને જાણ કરી હતી.

money

બીજી તરફ પોલીસે પુછપરછ કરતા કારમાં આવેલી વ્યક્તિનું નામ શિવરક્ષા કુશવાહ (45) રહે. જયસૂર્યનગર સોસાયટી નિકોલ હોવાનું જાણવા મળ્યું હતુ. તેણે જણાવ્યું હતુ કે તે એલઆઇસી એજન્ટ તેમજ પ્રોપર્ટી ડીલર તરીકેનો વ્યવસાય કરે છે. અને રૂપિયા 30 લાખ એક મકાનના વેચાણ અંગે થયેલી ડીલમાં ટોકન પેઠે આવેલા છે. જો કે તે મકાનના કાગળો અને રૂપિયાની લેવડ-દેવડ અંગે માહિતી આપી શક્યા હતા. જેથી રૂપિયા 30 લાખ ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરીને તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસે બુટલેગર સુરેશ પટેલ, અને કુશવાહ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેર થયા બાદ અમદાવાદ શહેરમાં રોકડ ઝડપાયાનો આ પ્રથમ કિસ્સો છે.

English summary
Ahmedabad : Before Election, police arrested man with 30 Lakhs cash. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.