અમદાવાદ: IPL T20 મેચ પર સટ્ટો રમાડતા 3 શખ્શો ઝડપાયા

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગોદરેજ ગાર્ડન સીટીમાં IPL T20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 3 બુકીઓની પોલીસે ધરપકડ કરી છે તથા રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ahmedabad ipl betting

ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી ગોદરેજ ગાર્ડન સીટીના ઈડન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બુકીઓ T20 મેચ પર સટ્ટો રમાડે છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા બુકીઓ T20 મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપી પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 1 ઓડી કાર સહીત 20.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, એક આરોપી સર્વિસમાં આવેલી ઓડી કારને લઇને સટ્ટો રમાડવા આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ahmedabad ipl betting

અહીં વાંચો - પોલીસે છેડતીની ફરિયાદ ન નોંધતા મહિલાએ કરી આત્મહત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર આ બુકીઓ દ્વારા ઓનલાઈન સટ્ટો લેવાતો હતો, જેના આરોપીઓ હરેશ ચૌધરી, હરેશ ગોસ્વામી ઈડન આર્કેડ ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેવાસી છે અને અજસિંહ વાઘેલા શ્રીરામ ચોક નરોડામનો રહેવાસી છે. આ ત્રણે બુકીઓ સટ્ટો કોની પાસે કપાવતા હતા તેમજ ઓડી કાર વગેરે અંગેની પૂછપરછ પોલીસે હાથ ધરી છે.

English summary
Ahmedabad: Betting on IPL T20 cricket match. 3 people arrested.
Please Wait while comments are loading...