For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારમાં ચલાવતા કોલ સેન્ટર, સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સાઇબર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 5 આરોપીઓની ધરપકડ કરી છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસે રેડ પાડી તરખાટ મચાવ્યો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ નવો કીમિયો શોધી કાઢ્યો હતો. આરોપીઓ ચાલુ કારમાં કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકોને ઠગતા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 9 મોબાઈલ, વાઈફાઈ ડીવાઈસ અને ૩ કાર કબજે કરી છે.

ahmedabad call center scam

લોનને નામે ઠગાઇ

લક્ઝુરીયસ કારમાં કોલ સેન્ટર ચલાવતા 5 આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ મોબાઈલ ફોનમાં મેજીક્જેક એપ્લીકેશનથી ફોન કરી વિદેશી નાગરિકોને લોનની લાલચ આપી ઠગતા હતા. વિદેશી નાગરિકોને લોન આપવાનો મેસેજ મોકલી પ્રોસેસિંગ ફીના ચાર્જના નામે પૈસાની છેતરપીંડી કરતા હતા.

અહીં વાંચો - પોલીસે છેડતીની ફરિયાદ ન નોંધતા મહિલાએ કરી આત્મહત્યાઅહીં વાંચો - પોલીસે છેડતીની ફરિયાદ ન નોંધતા મહિલાએ કરી આત્મહત્યા

ચાલુ કારમાં ધમધમતુ કોલ સેન્ટર

આરોપીઓ પહેલા એક ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવતા હતા. જો કે ગેરકાયદેસર કોલ સેન્ટર પર ભીંસ વધતા આરોપીઓ પૈકી અભિષેક રાજપૂતે પોલીસથી બચવા માટે આ નવો કીમિયો શોધી કાઢ્યો હતો. તેઓ ચાલુ કારમાં કોલ સેન્ટર ચલાવતા હતા. આરોપીઓ મોડી રાત્રે પોલીસથી બચવા માટે સુમસામ જગ્યા પર અથવા ચાલુ કારમાં કોલ સેન્ટર ચલાવતા હતા. ચાલુ કારે વિદેશી નાગરિકોને કોલ કરી લોન આપવાની લાલચ આપી તેમની જોડે છેતરપીંડી કરતા હતા.

અહીં વાંચો - અમદાવાદ: IPL T20 મેચ પર સટ્ટો રમાડતા 3 શખ્શો ઝડપાયાઅહીં વાંચો - અમદાવાદ: IPL T20 મેચ પર સટ્ટો રમાડતા 3 શખ્શો ઝડપાયા

14.65 લાખનો મુદ્દામાલ કબજે

સાયબર ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 14.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ ક્યાંથી ડેટા મેળવતા હતા, એમની જોડે બીજા કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

English summary
Ahmedabad: Call center scam. Ahmedabad cyber crime branch arrested the accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X