99.9 ટકા લાવી આ ટોપર એ કેરિયર તરીકે મુનિ બનવાનું પસંદ કર્યું

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં ગત 27મીએ 12માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના વર્શિલ શાહે 12માં ધોરણમાં ચોંકવનારું પરિણામ લાગ્યું હતું. 99.9 ટકા પરિણામ સાથે પાસ થનાર વર્શિલ શાહ ગુજરાતનો ટોપર બની ગયો હતો. સામાન્ય રીતે આટલા સારા માર્કેસ મેળવ્યા પછી લોકો કેરિયર બનાવવા માટે મોટા મોટા પ્લાનિંગ કરતા હોય છે અને તમામ મોટી યુનિવર્સિટી પોતાના દ્વાર આવા ટોપર માટે ખોલીને બેઠી હોય છે. પણ વર્શિલે કેરિયર તરીકે ડોક્ટર એન્જિનિયર બનવા કરતા જૈન મુનિ બની ધર્મના પથ પર આગળ વધવાનું અને તે માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.

varshil shah

વર્શિલના આ નિર્ણયએ અનેક લોકો ચોંકવી દીધા. મધ્યમવર્ગીય પરિવારથી આવતા 17 વર્ષિય વર્શીલ શાહ 8 જૂને ગાંધીનગરમાં દીક્ષા લેશે. વર્શિલે પોતાના આ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે તે દુનિયામાં શાંતિ ફેલવવા માટે જૈન મુનિ બનવા માંગે છે. જો કે વર્શિલના પિતા જીગરભાઇ શાહ અને માતા અમીબેન શાહ પુત્રના આ નિર્ણયથી ખુશ છે.

English summary
A 99.9 percentile in Class 12 is a ticket to top-flight colleges and a lucrative career. For 17-year-old Varshil Shah, who comes from a middle-class family, it is a dream come true.
Please Wait while comments are loading...