અમદાવાદઃ 9 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરમાં નશીલા પ્રદાર્થની હેરાફેરી કરતા બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે વોચ ગોઠવી હતી. બંન્ને આરોપીઓ વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રીજ તરફ જતા રોડ પરથી 92 ગ્રામ 700 મીલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે જતા હતા, તે સમયે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

crime

આરોપીઓના નામ ફેઝું રહેમાન ઉર્ફે ફેઝું બાવા (રહે. ત્રણ દરવાજા પટવા શેરી અમદાવાદ) અને રોહિત રાજેન્દ્ર વાઘે (રહે. શાહપુર દરવાજા બહાર અમદાવાદ) છે. આરોપીઓ વિરુદ્ધ NDPSની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા બંને આરોપીઓ છેલ્લા દોઢેક માસથી આ પ્રવૃત્તિ કરતા હોવાનું બાહર આવ્યું છે. બંન્નેએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, તેઓ આ ડ્રગ્સ મુંબઈ ખાતે માહિમ દરગાહ પાસે રહેતા શાહિદ નામના ઈસમ પાસેથી લાવ્યા હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફેઝું બાવા અમદાવાદ શહેર તેમજ તેની આસ-પાસના વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચતો હતો. ફેઝું બાવાને અગાઉ પણ ફાયરીંગના ગુનામાં કારંજ પોલીસે ઝડપ્યો હતો.

English summary
Ahmedabad Crime Branch has arrested two accused with 9 lakh drugs.
Please Wait while comments are loading...