ગુજરાતનું પહેલું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ: મુસ્લિમ યુવકે આપ્યું જીવદાન

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આ પહેલા અનેક અંગદાનના કિસ્સા બનેલા છે જેમાં રાજ્યમાંથી મુંબઇ જેવા શહેરોમાં અંગદાન કરવામાં આવ્યા હોય. પણ આજે પહેલી વાર ભાવનગરથી 37 વર્ષીય એક યુવાનનું હૃદય માત્ર 82 મિનિટમાં ભાવનગરથી અમદાવાદ ખાસ વિમાન દ્વારા લાવી એક યુવાનને જીવતદાન આપવામાં આવ્યું છે.

heart

એટલું જ નહીં ભાવનગર ખાતે આ માટે ખાસ ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો. જેથી જલ્દીથી આ હૃદય એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદથી સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના મુસ્લિમ યુવકનું અકસ્માત બાદ બ્રેઇન ડેડ થતા તેના પરિવારે અંગદાનનો ઉત્તમ વિચાર અપનાવ્યો હતો.

જેના પગલે જામનગરના એક યુવકને અમદાવાદની હોસ્પિટલમાં સફળ હૃદયનું ઓપરેશન કરી જીવતદાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ રીતે રાજ્યમાં જ હૃદય ટ્રાન્સપ્લાન્ટની આ પહેલી ઘટના છે.

English summary
Ahmedabad: Gujarat first heart transplant done in CIMS hospital. Read more here.
Please Wait while comments are loading...