અમદાવાદમાં ભારે વરસાદ, કેટલીક શાળાએ જાહેર કરી રજા

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ પડતા સામાન્ય જનજીવન અસ્થ વ્યસ્ત થયું છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઇ ગયા છે. વધુમાં સવારે મીઠાખળી અંડરબ્રીજ પણ બંધ કરવામાં આવ્યો હતો. સાથે જ વાસણા બેરેજના પણ બે દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. તો ભારે વરસાદના પગલે કેટલીક શાળાઓએ રજા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાએ પણ આગામી બે દિવસો દરમિયાન વરસાદની આગાહી કરી હતી પણ આજે સવારથી જે રીતે ભારે વરસાદ પડ્યો તેના કારણે નોકરી-ધંધાએ જતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વળી ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી.

rain

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સર્જાયેલા અપરએર સરક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ત્યારે વરસાદ પડતા કેટલીક જગ્યા ભૂવા પડ્યા હતા અને ઝાડ પર રસ્તામાં પડી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. વળી રસ્તામાં ગાડીઓ દ્વારા પાણી ઉડાડતા ચાલી જતાં લોકોની પણ મુશ્કેલીઓ વધી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વરસાદના કારણે પાણી ભરાઇ જતાં અમદાવાદની અનેક શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારે આ વખતે કેટલીક શાળાઓએ પાણી પહેલા જ પાળ બાંધી સવારે વરસી રહેલા વરસાદને જોઇને રજા જાહેર કરી લીધી હતી.

English summary
Ahmedabad: Heavy rain in the city, People suffer lot because of rain.
Please Wait while comments are loading...