અમદાવાદ : વર્ષ 2018-19નું 6500 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ થયું કરાયુ

Subscribe to Oneindia News

આજે અમદાવાદ મહાનગર પાલિકાએ નાગરિકોને સુવિધાને લગતું 6500 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં 10થી વધુ નવા ફ્લાય ઓવર, રોડની ક્વોલિટી સુધારવા માટેનું આયોજન, તેમજ થ્રી લેયર ઓવરબ્રીજ અને શહેરની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ અમદાવાદ મહાનગરપાલિકાને ખરાબ રોડ અને મેટ્રોના કારણે બિસ્માર થયેલા રોડ અંગે ફટકાર કરી હતી અને જવાબ માંગ્યો હતો. જેના પગલે આ બજેટમાં રોડ અને ટ્રાફિકની સમસ્યાને મહત્વ આપવામાં આવ્યું હતું.

Ahmedabad

બજેટના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે

ફાયરની સુવિધા માટે 157 કરોડ

રેવન્યુ બજેટ 3200 કરોડ

એ.એમ.ટી.એસ.ને 355 કરોડ

કેપિટલ બજેટ 3300 કરોડ

5 નવા તળાવ બનાવી બગીચા વિકસાવાશે

બ્રિજ માટે નહેરુનગર સર્કલ પર થ્રી લેયર બ્રિજ બનાવવાની જોગવાઈ

આવાસ અને માળખાગત સુવિધા માટે 272 કરોડ

જમીન મકાન માટે 228 કરોડ

જાહેર સુવિધા માટે 123 કરોડ

ગ્રાન્ટને લગતા કામો માટે 209 કરોડ

નહેરૂનગર અને પાલડી વિસ્તારમાં 3 લેયર ફલાય ઓવર બ્રિજ

એલિવેટેડ એક્સપ્રેસ કોરીડોર - કાલુપુર રેલવે સ્ટેશન

નારણપુરા ખાતે કેન્દ્રસરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી 85 કરોડનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવાશે

આ ઉપરાંત ઝોન પ્રમાણેની નાણાં ફાળવણી આ પ્રમાણે કરવામાં આવી છે.

મધ્ય ઝોન - 38 કરોડ

પશ્ચિમ ઝોન - 50 કરોડ

ઉત્તર ઝોન - 68 કરોડ

પૂર્વ ઝોન - 68 કરોડ

દક્ષિણ ઝોન - 68 કરોડ

નવા પશ્ચિમ ઝોન - 88 કરોડ

રસ્તા અને પુલ માટે 611 કરોડ

ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે 465 કરોડ

પાણીની સુવિધા માટે 438 કરોડ

આવાસ અને માળખાગત સુવિધા માટે 272 કરોડ

જમીન મકાન માટે 228 કરોડ

જાહેર સુવિધા માટે 123 કરોડ

સાથે જ પુરના અથવા કુદરતી આફતના સમયમાં ફ્લડ મોનીટરીંગ માટે 10 કરોડની નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પશ્ચિમ ઝોનમાં નારણપુરા ખાતે કેન્દ્રસરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી 85 crનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ઉભું કરવામાં આવશે. સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે 885 કરોડ તથા ગ્રાન્ટના કામો માટે 209 કરોડ અને ફાયરની સુવિધા માટે 157 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે જ આ વખતે શહેરની ટ્રાફિક સમસ્યા પર ભાર મુકવામાં આવ્યો છે. બ્રિજ માટે નહેરુનગર સર્કલ પર થ્રિ લેયર બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં 3 લેયર ફલાય ઓવર બ્રિજ નહેરૂનગર અને પાલડી જંક્શન પર બનશે.

English summary
Ahmedabad Municipal Corporation has represent budget of 6500 crore

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.