લંપટ પ્રોફેસર સામે પગલા ભરવા વિદ્યાર્થીનીઓની માંગ

Subscribe to Oneindia News

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નસિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ ધરણા ધરી લંપટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. સરકારી નર્સિંગ કોલેજના પ્રોફેસરે બેંગ્લોર ખાતેના પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અસભ્ય વર્તન અને અભદ્ર મેસેજ કરતા હતા જેને લઇ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રોફેસર વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રોફેસર સામે ફરિયાદ નોંધાતા પ્રોફેસર ગાયબ થઇ ગયા છે.

nurshing

શાહિબાગ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. જેને લઇ તપાસ પ્રોફેસરના મૂળ વતન દાહોદ સુધી પહોંચી છે. પ્રોફેસરની પત્ની કુમુદબહેન મેકવાન જે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે તેમનું પોલીસ દ્વારા નિવદેન લેવામાં આવ્યું છે. જો કે તેમણે પતિ રાજેન્દ્ર મેકવાન ક્યાં છે તેને ખબર નથી હોવાનું જણાવ્યું હતું. અને તે થોડા સમયથી પતિ રાજેન્દ્ર મેકવાન સાથે શાહિબાગના સહકારી કવાર્ટસમાં રહેતા હોવાનુ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસે પ્રોફેસરને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

નોંધનીય છે કે ગત બે દિવસથી નર્સિગ કોલેજની વિઘાર્થીની હડતાલ સાથે ઉગ્ર દેખાવો કરી રહી છે. અને પ્રોફેસર સામે શિક્ષાત્મક પગલા ભરવા રજૂઆત કરી રહી છે. અને પ્રોફેસરને સસ્પેન્ડ નહિ કરવામાં આવે તો આગામી દિવસમાં હડતાલ સાથે વધુ દેખાવો કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓએ આપી છે.

English summary
Ahmedabad : Nursing student demand to dismiss the Professor. Read more on it.
Please Wait while comments are loading...