30થી વધુ વાહનોની ચોરી કરનાર વાહનચોર ઝડપાયો
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચાવીથી વાહનોની ચોરી કરનાર વાહન ચોર ઝડપાઈ ગયો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચાવીથી વાહનોની ચોરી કરનાર વાહન ચોર ઝડપાઈ ગયો છે. જે ડીવીઝન સ્ક્વોડે આ આરોપીની ધરપકડ કરી, 20થી વધુ ચોરીના વાહનો કબજે કર્યા છે.

જે ડીવીઝન સ્ક્વોડને બાતમી મળી હતી કે, આ વાહનચોર વાહન ચોરી બાલાસિનોરથી મણિનગર આવે છે. તે મોડી રાત્રે તે વાહન ચોરીને અંજામ આપે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

આરોપી જગદીશ તીરગર મોડી રાત્રે પૂર્વ વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોને ડુપ્લીકેટ ચાવીથી અનલોક કરી ચોરી જતો હતો. આરોપી વાહનને ચોરી વેચી દેતો. જો વાહન ન વેચાય તો વાહનના પાર્ટ્સ અલગ-અલગ કરી તેને વેચી દેતો હતો.

પોલીસે વાહન ચોરની ધરપકડ કરી પૂછપરછ કરતાં 30થી વધુ વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછ માટે પોલીસે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
