સોનુ...AMC પર ભરોસો નઇ કે! સોશ્યલ મીડિયા પર અમદાવાદીઓ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે પણ તેમ છતાં ગંભીર મુદ્દાઓને પણ હળવાશથી લેતા અમદાવાદીઓને સારી રીતે આવડે છે તે વાત સોશ્યલ મીડિયા પરથી જાણી શકાય છે. સવારથી ટ્વિટર પર #Ahmedabadrain જેવા કેટલાક હેશટેગ ચાલી રહ્યા છે. જેમાં કોઇ અમદાવાદ નગરપાલિકાની ખેંચી રહ્યું છે તો કોઇ વખાણી પણ રહ્યું છે. સાથે જ વરસાદ મહેરની અમદાવાદીઓન કંઇ રમૂજી અંદાજમાં માણી રહ્યા છે. કોઇએ સોનું  તને એએમસી પર ભરોસા નઇ કે જેવા ગીતો લખીને હસાવી રહ્યું છે તો કોઇ જાદુ બનીને સૂર્ય આવી તેવી ટ્વિટ કરી રહ્યું છે. ત્યારે અહીં જુઓ આટલા ભારે વરસાદ છતાં અમદાવાદીઓ કેવી રીતે વરસાદની મજા લઇ રહ્યા છે....

હવે તો કોઇ તડકો મોકલો

છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં વરસાદ છે. ગૃહિણીઓને કપડાં ના સૂકાતા વધારાનું કામ આવી પડ્યું છે. અને પુરુષો ઘરમાં બાંધેલી દોરીઓમાં માથુ ફસાવી રહ્યા છે. તે તમામની વચ્ચે લોકોને હવે સૂરજ યાદ આવ્યો છે. અને કદાચ માટે જાદુના આ ટ્વીટ કરીને રમૂજી રીતે વરસાદને રોકાવાનું કહેવામાં આવી રહ્યું છે.

ટ્વિટર પર ગો અવે વરસાદ

એટલું જ નહીં તડકે તપીને કંટાળી ગયેલા અમદાવાદીઓ હવે ભારે વરસાદ પછી પાછો તડકો માંગે છે. સાથે જ અમદાવાદ નગરપાલિકા પર પણ કેટલાક લોકો ટિપ્પણી કરી રહ્યા છે શું આગળ વાંચો.

સોનું એએમસી પર ભરોસા નાઇ કેૅ!

તો વળી પાછા અમદાવાદમાં ઠેર ઠેર ખાડા પડતા અને પાણી ભરતા લોકોને સોનું વાળું ગીત યાદ આવ્યું છે. જો કે તેવા પણ કેટલાક લોકો છે જે અમદાવાદ નગરપાલિકા વખાણ કરી રહ્યા છે. કારણ કે સવારથી જ નગરપાલિકાના લોકો ઠેર ઠેર પાણી નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે.

અમદાવાદના મેયર

સાથે જ અમદાવાદના મેયર ગૌતમ ભાઇ પણ સવારથી સોશ્યલ મીડિયા પર ક્યાં પાણી ભરાયા અને ક્યાં પાણીના ભરાવનો નિકાલ કરવામાં આવ્યો છે તે અંગેની જાણકારી આપી રહ્યા છે.

વરસાદ

જો કે સોશ્યલ મીડિયા પર થઇ રહેલી આવી વિવિધ ટ્વિટ વરસાદમાં ઘરમાં બેસીને કંટાળી રહેલા અનેક લોકોના ચહેરા પર સ્માઇલ જરૂરથી લાવે છે.

English summary
Ahmedabad rain : after heavy rain Ahmadabad people showing their funny side on social media. Read here some funny tweet.
Please Wait while comments are loading...