• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા માટે સજ્જ; ભક્તોમાં ઉમંગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 જૂન : ગુજરાતમાં ભગવાન જગન્નાથની સૌથી જુની રથયાત્રા અમદાવાદ શહેરમાંથી નીકળે છે. આ તહેવારની શાંતિપૂર્વક ઉજવણી માટે જગન્નાથ મંદિર અને ગુજરાત પોલીસ મહિનાઓ પૂર્વે તૈયારી શરૂ કરે છે. આ વર્ષે 29 જૂન, 2014ને રવિવારના રોજ અષાઢી બીજના પાવનકારી પર્વ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથજીની 137મી રથયાત્રા માટે અમદાવાદ ફરી સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.

ભારતમાં ઓરિસ્સાના પુરી પછી ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા સૌથી જુની, સૌથી મોટી અને સૌથી ભવ્ય માનવામાં આવે છે. આ અતિ પાવનકારી યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રા સવારે 7 વાગે મંદિરથી નીકળશે અને સરસપુરમાં આવેલા મોસાળમાં પહોંચ્યા બાદ, ભોજન અને આરામ લઇ સાંજે નીજી મંદિર પરત પહોંચશે. આ રથયાત્રામાં પહિંદવિધિ માટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની કરાવવાના અહેવાલ છે.

ભગવાનની નગરચર્યા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા યાત્રાના રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે મુસ્લિમ અગ્રણીઓએ મંદિરના મહંત શ્રી દિલીપદાસજીની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા અને શાંતિદૂત કબૂતરોને ગગનમાં મુક્ત કરી શાંતિનો સંદેશો પાઠવ્યો હતો.

અષાઢી બીજનું પાવન પર્વ

અષાઢી બીજનું પાવન પર્વ


અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલભદ્રજીની પરંપરાગત રીતે નગરચર્યા પર નીકળે છે. આ રથયાત્રા નીકળે ત્યારે ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે.

દરિયાપુરમાં મીની કન્ટ્રોલરૂમ

દરિયાપુરમાં મીની કન્ટ્રોલરૂમ


શહેરના અતિસંવેદનશીલ મનાતા દરિયાપુરના તંબુચોકી ખાતે મિનિ કન્ટ્રોલરૂમ ઊભો કરાયો છે. રથયાત્રામાં સામેલ પોલીસવાહનોમાં જીપીએસ સિસ્ટમ હોવાથી 200 જેટલા અધિકારીઓ એસએમએસના માધ્યમથી રથયાત્રાનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.

90 સીસીટીવી કેમેરા લગાવાયા

90 સીસીટીવી કેમેરા લગાવાયા


રથયાત્રા રવિવાર જાહેર રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાના આધારે સુરક્ષાના કારણોસર રથયાત્રાના રૂટ ઉપર 90થી વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી પોલીસ અધિકારીઓ રથયાત્રાનું સતત મોનિટરિંગ કરશે.

25,000 જવાનો ખડેપગે

25,000 જવાનો ખડેપગે


ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા લગભગ 25,000 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા અંગે ગુપ્તચર એજન્સી દ્વારા કોઈ સંદેશો આપવામાં આવ્યો નથી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બે વખત રિહર્સલ કરવામાં આવશે.

શાંતિપૂર્ણ રથયાત્રા માટે સ્વયંસેવકો

શાંતિપૂર્ણ રથયાત્રા માટે સ્વયંસેવકો


અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શિવાનંદ જહાએ જણાવ્યું હતું કે, રથયાત્રા પૂર્વે પોલીસ સ્ટેશન સ્તરે મહોલ્લા કમિટી તેમજ શાંતિ સમિતિની મિટીંગો કરવામાં આવી રહી છે. સંવેદનશીલ ગણાતા દરિયાપુર, શાહપુર અને જમાલપુર વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ સહયોગ આપવાની ખાતરી વોલિયન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા આગેવાનો પણ પોલીસને સહયોગ આપશે.

યાત્રાનું હવાઇ સર્વેક્ષણ કરાશે

યાત્રાનું હવાઇ સર્વેક્ષણ કરાશે


સ્પેશિયલ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી વિકાસ સહાયે જણાવ્યું છે કે રથયાત્રામાં ચાર એરિયલ કેમેરાથી તમામ વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિ માટે આગોતરા હવાઈ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યા છે.

241 પોઇન્ટ પર સતત નજર

241 પોઇન્ટ પર સતત નજર


રાજ્ય પોલીસે સુરક્ષાને ધ્યાનમાં લઇને 241 ધાબા પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવ્યો છે. આ ઉપરાંત દૂરબીનની મદદથી ટોળાનું મોનિટરિંગ કરવા 24 વોચ ટાવર લગાવવામાં આવ્યા છે. ભાંગફોડ પ્રવૃત્તિને અટકાવવા ડીબીએસની ચાર ટીમો સ્નીફર ડોગ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

મુવિંગ બંદોબસ્ત

મુવિંગ બંદોબસ્ત


ક્રાઈમબ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર એ.કે. શર્માએ જણાવ્યું હતું કે, રથયાત્રા મંદિરથી નીકળ્યા બાદ શાંતિપૂર્ણ માહોલમાં સાંજે પરત મંદિર લઈ જવાની જવાબદારી ક્રાઈમબ્રાન્ચના માથે છે. તે માટે 2500 જેટલા અધિકારીઓનો મુવીંગ બંદોબસ્ત ગોઠવાયો છે. આ અધિકારી-કર્મચારીઓ રથયાત્રાની સાથે સતત ચાલશે. જેથી મુવિંગ બંદોબસ્ત માટે 50 વર્ષથી નીચેની ઉંમરના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ત્રણ આઈપીએસ અધિકારીને રથની જવાબદારી

ત્રણ આઈપીએસ અધિકારીને રથની જવાબદારી


ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાનના રથ સહિત ત્રણ રથોની સુરક્ષા માટે એક એક એસ.પી. કક્ષાના અધિકારી, તેમજ રથની બંને બાજુ પોલીસ અધિકારી કર્મચારી તથા કમાન્ડો તૈનાત રહેશે.

પોલીસ બંદોબસ્ત

પોલીસ બંદોબસ્ત


રથયાત્રામાં આઈ.જી., ડીઆઈજી કક્ષાના નવ, એસ.પી. કક્ષાના 39, 76 ડીવાયએસપી, 222 પોલીસ ઇન્સ્પેક્ટર, 759 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 12,050 મદદનીશ સબઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ, 266 મહિલા પોલીસ, સીઆરપીએફની 2 કંપની, એસઆરપીની 36 કંપની, બીએસએફની 8 કંપની, સીઆઈએસએફની 4 કંપની, આરએએફની 4 કંપની તથા હોમગાર્ડના 4500 જવાનો રથયાત્રામાં ખડેપગ રહેશે. આ તમામ જવાનોના ફૂટપેકેટ પાછળ રૂપિયા 24 લાખનો ખર્ચ થશે.

ટ્રાફિકનો બંદોબસ્ત - 1

ટ્રાફિકનો બંદોબસ્ત - 1


રથયાત્રાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ના ખોરવાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર વાહનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ માટે જમાલપુર ચોકીથી ખમાસા ચોકી તરફ જતા-આવતા ટ્રાફિકને સવારે 7 વાગે બંધ કરીને મ્યુનિસિપલ હેલ્થ સ્લમ ક્વાટર્સ થઈ ગાયકવાડ હવેલી માર્ગ પર ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. સાંજે છ કલાક પછી પણ આવી રીતે રસ્તો બંધ રહેશે.

ટ્રાફિકનો બંદોબસ્ત - 2

ટ્રાફિકનો બંદોબસ્ત - 2


ત્યાર બાદ રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચોકીના ટ્રાફિકને જયશંકર સુંદરી હોલ અને ઇટાલિયન બેકરી તરફ, આસ્ટોડિયા દરવાજાથી ખમાસા તરફના ટ્રાફિકને એસટી સર્કલ, રાયપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. આવી જ રીતે ગોળલીમડા, ઢાળની પોળ, દાણાપીઠ ચાર રસ્તાથી ટ્રાફિકને રાજનગર શાકમાર્કેટ તરફ, પાંચકૂવા દરવાજાથી ટ્રાફિકને સારંગપુર તરફ, નરોડાથી આવતા ટ્રાફિકને કાલુપુર બ્રિજના બદલે ઇદગાહ તરફ, સરસપુર ખાતે બાપુનગરથી આવતો ટ્રાફિક ચામુંડા બ્રિજ તરફ, રખિયાલ ચાર રસ્તાના ટ્રાફિકને રાયપુર મિલ તરફ, દિલ્હી દરવાજા બાજુનો ટ્રાફિક ઇદગાર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ટ્રાફિકનો બંદોબસ્ત - 3

ટ્રાફિકનો બંદોબસ્ત - 3


આ ઉપરાંત સારંગપુર ચકલાથી ખાડિયા, રાયપુર દરવાજાથી ખાડિયા ચાર રસ્તા, કાલુપુર બ્રિજ ઇટવાડા સર્કલ તરફનો રસ્તો, કાલુપુર સર્કલ તરફનો માર્ગ, શાહપુર શંકરભુવનથી શાહપુર સર્કલ અને ત્રણ દરવાજાથી પાનકોર નાકા તરફથી માર્ગ બંધ કરવામાં આવશે.

સવારે 7 વાગે પહિંદવિધિ

સવારે 7 વાગે પહિંદવિધિ

આ રથયાત્રામાં પહિંદવિધિ માટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની કરાવવાના અહેવાલ છે.

English summary
Ahmedabad ready for Lord Jagannath Rath Yatra; Enthusiasm among devotees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X