For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની યુવતી નમિતા શાહ મુંબઇમાં બની US વાઇસ કોન્સલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 સપ્ટેમ્બર : અમદાવાદીઓ વિશ્વભરમાં ડંકો વગાડવા માટે જાણીતા છે. આ બાબત ફરીએકવાર સાબિત થઇ છે. અમેરિકાના કાઉન્સિલ જનરલ પીટર હાસ તાજેતરમાં અમદાવાદની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમની સાથે વાઈસ કોન્સલ તરીકે નમિતા શાહે પણ શહેરની મુલાકાત લીધી હતી.

ગુજરાતીઓ અને અમદાવાદીઓને એ જાણીને આનંદ થશે કે નમિતા શાહ પાક્કા અમદાવાદી અને પોળવાસી છે. અમદાવાદની પોળમાં ઊછરેલી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલી નમિતા શાહ મુંબઈ ખાતે યુએસ કોન્સલેટ જનરલમાં વાઈસ કોન્સલ તરીકે ફરજ બજાવી રહી છે.

યુએસ કોન્સલ જનરલ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સાથે અમદાવાદ આવેલા નમિતા શાહે જણાવ્યું કે તેઓ અમદાવાદમાં જ જન્મ્યા છે અને પોળમાં ઉછર્યા છે. નમિતા કહે છે પોળમાં મિત્રો સાથે રમવાની ખૂબ મજા આવતી. થોડો સમય ગાંધીનગરમાં રહ્યા બાદ તેમનો પરિવાર ફરી અમદાવાદમાં થલતેજ ખાતે રહેવા આવ્યો.

namita-shah-us-vice-consul-at-mumbai

નમિતાએ ધોરણ 5 સુધીનું શિક્ષણ એજી હાઈસ્કૂલ ખાતે અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું છે. અંગ્રેજી માધ્યમનો આ અનુભવ તેને અમેરિકામાં કામ આવ્યો અને ત્યાં તેને અંગ્રેજી ભાષાની પરીક્ષા આપ્યા વિના સીધો જ શાળામાં પ્રવેશ આપી દેવાયો હતો. નમિતા કહે છે મેં યુએસમાં પ્રારંભે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા આપી, પરંતુ પ્રથમ પ્રયાસે તેમાં સફળ ન થઈ તેથી મે બેન્કમાં નોકરી સ્વીકારી અને સાથે સાથે એમબીએનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો.

તેમણે આગળ જણાવ્યું કે મને સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી એમ ચારથી વધુ ભાષાની જાણકારી હતી આથી આંતરરાષ્ટ્રીય સ્તરે કંઈક કરવાની ઈચ્છા હતી. તેથી મેં નિરાશ થયા વિના ફરી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા આપી અને વર્ષ 2010માં મેં પરીક્ષા પાસ કરી. વર્ષોથી યુએસમાં સ્થાયી થવા છતાં તે અત્યંત સરળતાથી શુદ્ધ ગુજરાતી બોલી જાણે છે. જેનો શ્રેય નમિતા તેના માતાને આપે છે. નમિતા કહે છે મારા માતાએ ઘરમાં હંમેશા એવો આગ્રહ રાખ્યો હતો કે અમે ગુજરાતીમાં વાત કરીએ. હું અને મારો ભાઈ તેને કંઈક અંગ્રેજીમાં પૂછીએ તો પણ અમને જવાબ ગુજરાતીમાં જ મળતો.

અમેરિકામાં નમિતા તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે નોર્થ કેરોલિનામાં રહે છે. વર્ષો બાદ અમદાવાદ આવેલી નમિતા અમદાવાદની પ્રગતિથી ખૂબ ખુશ છે. નમિતા કહે છે વિકાસ, સ્વચ્છતા અને હરિયાળીની દૃષ્ટિએ અમદાવાદ મુંબઈ કરતાં ઘણું આગળ નીકળી ગયું છે અને દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ પણ બન્યું છે.

English summary
Ahmedabad's girl become US Vice Consul at Mumbai!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X