2015 કેસઃ હાર્દિક પટેલ અને 2 અન્ય સામે રાજદ્રોહ, ષડયંત્રના આરોપ નક્કી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન હિંસા ભડકાવવાના આરોપી હાર્દિક પટેલને રાહત મળતી નથી દેખાઈ રહી. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહ મામલે આરોપ નક્કી કર્યા.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન હિંસા ભડકાવવાના આરોપી હાર્દિક પટેલને રાહત મળતી નથી દેખાઈ રહી. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહ મામલે આરોપ નક્કી કર્યા. આ મામલે હાર્દિક પટેલના બે સહયોગીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા સામે પણ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતના ઘણા જિલ્લામાં હિંસા ભડકી ઉઠી હતી.

hardik patel

અમદાવાદની અદાલતે કલમ 124-એ (રાજદ્રોહ) અને 120-બી (ગુનાહિત ષડયંત્ર) હેઠળ ત્રણે સામે આરોપ નક્કી કર્યા. આ ત્રણે પર આરોપ છે કે તેમણે ભીડને હિંસા માટે ઉકસાવી જેથી તેમની માંગોને મનાવવા માટે સરકાર પર દબાણ કરી શકાય. આ ત્રણેએ પોતાને નિર્દોષ ગણાવ્યા અને હવે જામીન પર બહાર છે. વળી, હાર્દિક પટેલે કહ્યુ કે તેમને ન્યાયતંત્ર પર ભરોસો છે અને જો જરૂર પડી તો તેઓ હાઈકોર્ટમાં આની સામે અપીલ પણ કરશે.

ઓગસ્ટ 2015માં જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત રેલી બાદ રાજ્યવ્યાપી હિંસા ભડકી ઉઠી હતી. આ મામલે અમદાવાદ પોલિસની ક્રાઈમ બ્રાંચે ઓક્ટોબર, 2015માં રાજદ્રોહનો મામલો નોંધ્યો હતો. જેમાં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા અને કેતન પટેલ ઉપરાંત અલ્પેશ કથિરિયાને આરોપી બનાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X