અમદાવાદ: સેટેલાઇટ ખાતે બંગલામાંથી 9.30 લાખના દાગીનાની ચોરી

Subscribe to Oneindia News

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી જ્યોતિકળશ સોસાયટીના બંગલોમાં રહેતા વેપારીના ઘરે તસ્કરોએ રૂપિયા 9.30 લાખની મત્તાની ચોરી કર્યાની ઘટના સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે કે, કેશવચંદ્ર ભલ્લા (ઉં.54) તેમના પરિવાર સાથે જ્યોતિકળશ સોસાયટી બંગલા નંબર 104 માં સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. ગુરૂવારે કેશવ ચંદ્ર અને તેમનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નરોડા ગયા હતા. રાત્રે 8 વાગ્યાના સુમારે પરત આવ્યા ત્યારે જોયું તો બેડરૂમની બારી તૂટેલી હતી અને તિજોરીમાંથી રૂપિયા 9.30 લાખની કિંમતના સોના, ચાંદી, હીરાના દાગીના ગાયબ હતા.

Crime

આ ચોરી દિવસના સમયે અને પરિવારનું કોઇ સભ્ય ઘરમાં હાજર ન હોય ત્યારે થઇ હતી. વળી બેડરૂમની બારી તોડીને તસ્કરો અંદર આવ્યા હતા, આથી પોલીસનું કહેવું છે કે, કોઈ જાણભેદુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ પણ શરૂ કરી છે, તેમજ માળીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

English summary
Ahmedabad: Thieves took jewellery of 9.50 lac.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.