For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2014નો પ્રથમ દિવસ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 સપ્ટેમ્બર : ગુજરાતના અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2014નો રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 25 સપ્ટેમ્બર, ગુરુવારની સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આરંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના પ્રધાનો સૌરભ પટેલ, નીતિન પટેલ અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આનંદીબેન પટેલે ગંદકીરૂપી અસૂરના સંહાર અંગેની પોતાની ભાવના વ્યક્ત કરી હતી. તેમમે જણાવ્યું કે આપણે ત્યાં વિદેશથી કોઈ આવે ત્યારે ગુજરાતના વિકાસ, શાંતિ, સલામતી જેવા તમામ પાસાઓથી તો આકર્ષાય છે, પણ દુ:ખ માત્ર એક જ ચીજનું વ્યક્ત કરે છે... એ છે ગંદકી! સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા હોય. માતાજી ત્યારે જ પધારે જ્યારે આપણી ભૂમિ સ્વચ્છ હોય. આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે અમે ગંદકી નહિ કરીએ અને કોઈને કરવા નહિ દઈએ.

કેન્દ્ર સરકાર ગાંધીજીની જન્મજ્યંતિ 2 ઓક્ટોબરથી ‘સ્વચ્છ ભારત' અભિયાન શરૂ કરવાની છે ત્યારે ગંદકી રૂપી કંલક મિટાવવાનું આપણું તો પહેલું દાયિત્વ બને છે કારણકે ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ગાંધીજીએ આપણને આઝાદી અપાવી છે ત્યારે હવે 2019 માં તેમની દોઢસોમી જન્મજ્યંતિએ આપણી માતૃભૂમિને ગંદકીથી આઝાદી અપાવી સ્વચ્છ ગુજરાતની ભેટ તેમને આપીએ.

વિશ્વભરના મૂડીનિવેશકો ભારતમાં આવીને ઉદ્યોગો સ્થાપે, ભારતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે તેવા ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘મેક ઈન ઈન્ડિયા' અભિયાન શરૂ કર્યું છે. ‘મેક ઈન ઈન્ડિયા' તો જ સફળ થાય જો આપણા ત્યાં સ્વચ્છતા હોય.

गतिस्त्वं गतिस्त्वं त्वमेखा भवानि... સ્વચ્છતા દ્વારા જ આપણે ગતિશીલ ગુજરાતનું નિર્માણ કરી શકીશું... સ્વચ્છતા દ્વારા જ સમૃધ્ધિ તરફ જઈ શકીશું... સ્વચ્છતા દ્વારા જ જગતજનની મા ને પ્રસન્ન કરી શકીશું.

સૌ નાગરિકોના સહકારથી ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાના ભગીરથ કાર્યમાં સફળતા માટે આજના આ પવિત્ર દિવસે મા જગદંબાને પ્રાર્થના કરું છું.

ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2014નો પ્રથમ દિવસની તસવીરો જોવા આગલ ક્લિક કરો...

1

1

અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2014નો ભવ્ય આરંભ થયો
2

2

દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરાવતા મુખ્યમંત્રી

3

3

ગરબાનો ભવ્ય કાર્યક્રમ

4

4

નૃત્યનાટિકા દ્વારા રજૂ થઇ આધ્યશક્તિની વાર્તા

5

5

ગરબા મંડળોનું શાનદાર પરફોર્મન્સ

6

6

ખેલૈયાઓનું જોશીલું પરફોર્મન્સ

7

7

કેટલાક ખાસ પરફોર્મન્સ પણ રજૂ થયા

8

8

શંકર પાર્વતીની વાર્તા

9

9

ભવ્ય કાર્યક્રમ નીહાળવા લોકોની ભીડ

10

10

આનંદીબેને પોતાના વિચારો રજૂ કર્યા

11

11

કાર્યક્રમના અંતે આદ્યશક્તિની મહા આરતી ઉતારવામાં આવી હતી

12

12

અદભુત હતો વાઇબ્રન્ટ નવરાત્રિનો નજારો

13

13

ગરબો લઇને ઘુમતી યુવતીઓ

14

14

શાનદાર સ્ટેજ પરફોર્મન્સ

15

15

સ્ટેજ પરફોર્મન્સે દર્શકોને ડોલતા કર્યા

English summary
Gujarat : Vibrant gujarat Navratri Mahotsav 2014 day 1 in Photo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X