અમદાવાદઃ એક યુવતી અને 5 સગીરા વિકાસગૃહમાંથી ફરાર

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના પાલડી ખાતે આવેલાં વિકાસગૃહમાંથી ફરી એકવાર યુવતીના ફરાર થવાની ઘટના બની છે. વિકાસગૃહમાંથી એક યુવતી સહિત ચાર સગીરા ફરાર થઇ ગઈ છે. બુધવારે રાત્રે ગૃહમાતા વિકાસગૃહમાં ચેકિંગમાં નીકળ્યા હતા, તે સમયે તેમને આ વાતની જાણ થઇ હતી. આ પાંચેય યુવતીઓ વિકાસગૃહના પાછળના દરવાજેથી ફરાર થઇ ગઈ હતી. ફરાર થયેલ બે સગીરાઓ પોતાનાં છ મહિનાનાં બાળકોને પણ સાથે લઇ ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધી પાંચેયને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

paldi

મળીતી માહિતિ મુજબ વિકાસગૃહમાંથી ફરાર થઇ ગયેલી પાંચ પૈકી બે સગીરાના સંતાન હતા અને બીજી બે સગીરા પ્રેમ પ્રકરણ મામલે વિકાસગૃહમાં બંધ હતી. બુધવારે રાત્રે એક યુવતી અને ચાર સગીરા પાછળના દરવાજેથી ફરાર થઇ ગઈ હતી. રાત્રીના આઠેક વાગ્યે ગૃહમાતા કૈલાસબહેન દવે અને અન્ય સ્ટાફ જમવા ગયા હતા, ત્યારે મદિના કમરુદ્દીન રાજારાણી (ઉ.વ.18, રહે.વીરમગામ) હેમાબહેન ચૌહાણ (ઉ.વ.16, રહે.હીરાપુર, સંતરામપુરા), મિતલબહેન ગણપત રાઠોડ (ઉ.વ.17, રહે. ત્રણ માળિયા સ્લમ ક્વાર્ટર્સ, કાળીગામ), રંજનબહેન વિનોદભાઇ (ઉ.વ.17, રહે. વીરમગામ) અને પૂનમબહેન કાલુજી ઠાકોર (ઉ.વ.17, રહે.દેત્રોજ) ફરાર થઈ ગઈ હતી. પોલીસે ફરાર થયેલી યુવતીઓના ઘરે વીરમગામ, સંતરામપુર, સાબરમતી અને દેત્રોજ ખાતે અલગ અલગ ટીમોને મોકલીને તપાસ હાથ ધરી છે.

paldi

વારંવાર વિકાસગૃહમાંથી ફરાર થતી છોકરીઓના કારણે વિકાસગૃહના સંચાલકો ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયા છે. વિકાસગૃહના સંચાલકો દ્વારા બેજવાબદારી દાખવાતાં ફરી એક વાર એક યુવતી સહીત 4 સગીરાઓ ફરાર થયાની ઘટના બની છે.

English summary
Ahmedbad : Four girls at paldi development house is fugitive. Read here more.
Please Wait while comments are loading...