For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી AIMIM, રાજ્યમાં 25 બેઠકો પર કરી શકે છે અસર

ક્ચ્છ: ઓલ ઇન્ડિયા મજલિસે-અ-ઇત્તેહાદુલ મુસ્લિમ AIMIM ના અદ્યક્ષ અસદુદિન ઓવૈસીએ શનિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અમદાવાદ અને સૂરતમાં મનપાની ચૂંટણીમાં જંપલાવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ શરૂ

|
Google Oneindia Gujarati News

ક્ચ્છ: ઓલ ઇન્ડિયા મજલિસે-અ-ઇત્તેહાદુલ મુસ્લિમ AIMIM ના અદ્યક્ષ અસદુદિન ઓવૈસીએ શનિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અમદાવાદ અને સૂરતમાં મનપાની ચૂંટણીમાં જંપલાવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ શરૂ કરી દિધી છે. કચ્છમાં ઓવૈસીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં તે પૂરી તાકાત સાથે વિધાનસભાની ચૂંટમી લડશે. જો કે, કેટલી બેઠકો પર ચૂંટણી લડવાની છે તે અંગે નક્કી કરવામાં નથી આવ્યું . AIMIM ના અધ્યક્ષ સાબિર કાબલીવાલા આ અંગે વધુમાં નિર્ણય લેશે તેમ તેમણે જણાવ્યું હતુ.

OWAISI

હૈદરાબાદના સાંસદે જણાવ્યું હતુ કે, પાર્ટીને મજબૂત કરવાના ઇરાદા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, અમારો ઉમેવાદ ભૂજથી ઊભો રહેશે. ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોમાથી 25 બેઠકો પર મુસ્લિમ મતદાતાઓનો પ્રભાવ જોઇ શકાય છે. અમદાવાદ, પંચમહલ, ખેડા, આનંદ, ભરૂચ, સાબરકાંઠા, જામનગર, જૂનાગઢ, નવાસીરમાં મુસ્લિમ મતદાતાઓનો ખાસ પ્રભાવ રહ્યો છે.

ગુજરાત આ વર્ષે અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા ફેબ્રુઆરી 2021માં સુરત મહાનગરપાલિકામાં 27 સીટ જીત્યા બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવા તૈયાર છે.

English summary
AIMIM looks at 10% Muslim voters in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X