અક્ષરધામ હુમલાના માસ્ટમાઇન્ડને અ'વાદ ક્રાઇમ બ્રાંચે પકડ્યો
અમદાવાદના આંતરાષ્ટ્રીય હવાઇ મથક પરથી અક્ષરધામ હુમલાનો માસ્ટમાઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. વધુ વાંચો અહીં.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે અક્ષરધામ પર આતંકી હુમલો કરાવનાર તેના માસ્ટમાઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદના આંતરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. અને આ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સાઉદી અરબથી પરત ફરતી વખતે અમદાવાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બર 2002ની સાંજે અક્ષરધામ પર બે સશસ્ત્ર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 32 લોકોની મોત થઇ હતી અને 79 ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારે સાઉદી અરબ છોડી ગુજરાતમાં ખતરો હોવા છતાં 15 વર્ષ પછી અજમેરી કેમ ગુજરાત પરત ફર્યો તે સવાલ તમામ લોકોના મનમાં થઇ રહ્યો છે. ત્યારે પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવા પ્લાનને અંજામ આપનાર માસ્ટમાઇન્ડ ગુજરાતમાં કેમ આવ્યો તે અંગે તેની સખત પૂછપરછ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
