ગુજરાત જિલ્લા અદાલતે ગોધરા તોફાનોના 28 આરોપીને મુક્ત કર્યા

Posted By:
Subscribe to Oneindia News

ગોધરા કાંડ પછી થયેલી સાંપ્રદાયિક હિંસામાં ગાંધીનગરની અદાલતે ઠોસ પુરાવાના અભાવમાં તમામ 28 આરોપીઓને મુક્ત કર્યા છે. જેમાં કલોક નાગરિક સહકારી બેંકના ચેરમેન ગોવિંદ પટેલ પણ સામેલ છે. નોંધનીય છે કે તમામ આરોપીઓ લાંબા સમયથી જમાનત પર હતા. ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ લગાવ્યા પછી 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગાંધીનગર જિલ્લામાં કલોક તાલુકાના પલિયાદ ગામમાં આગજની અને તોફાનો થયા હતા લધુમતી સમુદાયને નુક્શાન પહોંચાડવામાં આવ્યું હતું. જેના આરોપ આ 28 લોકો પર લગાવવામાં આવ્યો હતો.

godhara

નોંધનીય છે કે પોલિસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ગામની દરગાહ પર લગભગ 250 લોકો હાજર હતા જેમાં આ 28 આરોપીઓ પણ હતા. જો કે જિલ્લા જજ બીડી પટેલે કહ્યું કે આરોપીઓ સામે યોગ્ય પુરાવા નથી અને ઘટનાના સાક્ષીઓ પર તેમના નિવેદન ફરી ચૂક્યા છે. વળી વકીલ પણ જણાવ્યું છે કે આરોપીએ સમજૂતી કરીને અલ્પસંખ્યકોને થયેલા નુક્શાનની ભરપાઇ કરેલી છે.

English summary
All accused in post godhra riots acquitted by Gandhinagar court.
Please Wait while comments are loading...