અલ્પેશ ઠાકોરનો સીધો સવાલ નુકસાન માટે જવાબદાર કોણ?
હાર્દિક પટેલના પિતરાઇ ભાઇને વેપારી મુકેશ પટેલે 25 લાખ રૂપિયા હતા તે વીડિયો વાયરલ થયા બાદ આ સંદર્ભે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે શુક્રવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે મુકેશ પટેલને સીધા સવાલો કર્યાં હતાં કે, હાર્દિક પટેલના પિતરાઇ ભાઇને 25 લાખ રૂપિયા આપતો જે વીડિયો વાયરલ કર્યો હતો. તે બાદ તમે કહ્યું હતું કે, હજુ મારી પાસે આવો બીજો ૩૦ લાખ રૂપિયા આપ્યાનો વીડિયો છે.

તો મારે તેમને પૂછવું છે કે, આ 55 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી અને કેમ આપ્યાં? અને કોના ઇશારે આપ્યાં? ઉપરાંત ૩૦ લાખ રૂપિયા આપ્યાનો વીડિયો કેમ વાયરલ કરવામાં આવતો નથી. અલ્પેશ ઠાકોરે ઉમેર્યું હતું કે જો આંદોલનમાં રૂપિયાનો જ વહીવટ કરાયો હોય તો શું આ અનામત નાબુદીનું આંદોલન હતું? શું સરકાર ઉથલાવવાનું આંદોલન હતું? જો આવુ જ હોય તો ગુજરાતને થયેલ નુકસાન માટે જવાબદાર કોણ?
આમ અલ્પેશ ઠાકોરે આવા વેધક સવાલો પૂછી વધુમાં જણાવ્યું હતું કે તે આવનારા સમયમાં 28 જિલ્લામાં ફરીને 200થી વધુ રેલી કરશે. જેમાં વ્યસન મુક્તિ, મફત શિક્ષણ અને નર્મદા યોજનાના સંદર્ભે કાર્યક્રમ કરવામાં આવશે. 12 સપ્ટેમ્બરથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ અંગે મુકેશ પટેલ કે અન્ય પાટીદાર નેતાઓની શું પ્રતિક્રિયા આવે છે તે હવે જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
