ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત છે: અલ્પેશ ઠાકોર

Subscribe to Oneindia News

જેતપુરમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે નલિયાની નિર્ભયાકાંડમાં ભાજપને આડે હાથે લીધા છે. શુક્રવારે સૌરાષ્ટ્રની મુલાકાતે નીકળેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર જેતપુરમાં જય વેલનાથ ઉત્સવ સમિતિના ચોથા સમૂહ લગ્નમાં ખાસ હાજરી આપી કહ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં મા-બહેન-દિકરીઓ અસુરક્ષિત બની છે.સમૂહ લગ્નમાં ઠાકોર પરિવાર ને વ્યસન મુક્તિ માટે જાગૃતિ આપવા તેમજ નવદનપતિ ને આર્શીવાદ પણ આપ્યા બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી.


નોંધનીય છે કે નલિયા દુષ્કર્મકાંડ બાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને હવે ઠાકોર સેનાએ પણ ભાજપને આડે હાથે લીધી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ભાજપની ગુજરાત સરકારના રાજમાં બહેની અને દીકરીઓ સલામત નથી. ભાજપ નલિયાકાંડની પીડિતાને માનસિક ત્રાસ આપી સમગ્ર મામલો દબાવી દેવા માગતા હતા તેમજ સુપ્રીમ કોર્ટે પણ દુષ્કર્મનો ભોગ બનારને સરકાર પાંચ લાખ ની સહાય કરવા જણાવેલ તો આજ સુધી ભાજપની ગુજરાતની સરકારે કોઈને આવી સહાય કેમ કરી નથી? વધુમાં તેમણે જણાવ્યું કે અમારું ડેલીકેશન નલિયા જવાનું છે અને દરેક બાબતો ઉપર તેઓ નજર રાખશે. નોંધનીય છે કે આજે પાસ કન્વીર હાર્દિક પટેલ પણ નલિયાની મુલાકાત લઇ શકે છે.

English summary
Alpesh Thakor comment on Naliya rape case. Read here what he says.
Please Wait while comments are loading...