અલ્પેશ ઠાકોરે બહુચરાજીમાં દર્શન બાદ શરુ કરી બેરોજગાર યાત્રા

Subscribe to Oneindia News

ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે બહુચરાજીના દર્શન કરી બેરોજગાર યાત્રા શરુ કરી છે. આ યાત્રામાં હજારો બાઇકસવારો પણ જોડાયા છે. આ યાત્રા બહુચરાજીથી નીકળી અમદાવાદ કલેક્ટર કચેરીએ જશે. ત્યાં પહોંચી સૂત્રોચ્ચાર કરવામાં આવશે તેમજ સરકાર સામે રોજગારી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવશે. કલેક્ટર કચેરીથી અલ્પેશ ઠાકોર ગાંધી આશ્રમ ખાતે સભાને સંબોધશે. ગઇ કાલે આ બેરોજગારી રેલીને મંજૂરી મળી ગઇ હતી.

alpesh thakor

અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે અત્યાર સુધી વાઇબ્રંટના નામે કરોડો રુપિયાના એમઓયુ નેતાઓના લાગતા વળગતાઓ દ્વારા કરાઇને આંકડો મોટો બતાવાયો છે. વાઇબ્રંટના નામે થતા આ તાયફા અમે હવે નહિ થવા દઇએ. આજે દરેક સમાજ બેરોજગારીથી પિડાઇ રહ્યો છે. ગુજરાતીઓને નોકરી મળતી નથી. જો ગુજરાત સરકાર એમઓયુ થયા બાદ 85% ગુજરાતીઓને રોજગારી નહિ આપે તો અમે આગળ આકરા પગલા લઇશુ અને તેના માટે સરકાર જવાબદાર રહેશે.

English summary
alpesh thakor umemployement rally started from bahucharaji
Please Wait while comments are loading...