ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બન્યા અમિત ચાવડા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીની બાદબાકી થઇ છે. અને હવે અમિત ચાવડા ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના સગા થાય છે. અમિત ચાવડા ભરતસિંહના મામાના દિકરા થાય છે. અમિત ચાવડાએ નવા પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષ દ્વારા તેમને સોંપાયેલી જવાબદારી અંગે બોલતા જણાવ્યું કે તેમના કાર્યકાળમાં તે ગુજરાતના લોકોની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપશે. ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા રાજકીય બ્રેકગ્રાઉન્ડ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસની હાર પછી ભરતસિંહ સોલંકીએ પક્ષ સમક્ષ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જો કે તેમ છતાં પક્ષે તેમને થોડો સમય પ્રદેશ પ્રમુખ રહેવાનું જણાવ્યું હતું.

amit chavda

 વચમાં પણ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું છે તેવી ચર્ચા થઇ હતી. અને અશોક ગહેલતે વારંવાર આ મામલે થઇ રહેલા વિરોઘ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે તે પછી અમિત ચાવડાનું નામ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસની જૂની ટીમ હવે એક પછી એક જઇ રહી છે અને નવા ચહેરા પછી તે વિપક્ષ પદે હોય કે પ્રદેશ પ્રમુખ પદે દેખાઇ રહ્યા છે. ત્યારે આ નવા ચહેરાઓને 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાની છાપ ઊભી કરવાનો ચોક્કસથી અવસર આપશે. 

English summary
Amit Chavda is new Gujarat Congress chief. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.