For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTI એક્ટિવિસ્ટ અમતિ જેઠવા મર્ડર કેસમાં ભાજપી સાંસદની ધરપકડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 નવેમ્બર: ગુજરાતના આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે સીબીઆઇના બીજેપી સાંસદ દીનુ બોઘા સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. સોલંકી જુનાગઢથી સાંસદ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગુજરાત પોલીસ તેમને પહેલા જ ક્લીન ચિટ આપી ચૂકી છે.

ગીરના જંગલોમાં ગેરકાનૂની રીતે ખનનની વિરુદ્ધ અભિયાન ચલાવનાર જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ત્યારબાદ દેશભરમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ જેવા લોકોની સુરક્ષાને લઇને આંદોલન શરૂ થઇ ગયા હતા. ગુજરાત પોલીસે છ લોકોની વિરુદ્ધ હત્યાનો મામલો નોંધીને ભાજપી સાંસદના ભત્રીજા શિવા સહીત છ લોકોની ધરપકડ કરી હતી. પરંતુ ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાંચે સાંસદ દીનુ સોલંકીની આ મામલામાં કોઇ ભૂમિકા હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ અમિતના પિતાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સીબીઆઇ તપાસની માગ કરી.

dinu solanki
કોર્ટના નિર્દેશ પર સીબીઆઇએ કેસ ફાઇલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. મંગળવારે સીબીઆઇએ સોલંકીને પૂછપરછ માટે હેડક્વાર્ટર બોલાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્રે સ્પેશિયલ ટીમે તેમની સાથે પૂછપરછ કરી. ત્યારબાદથી જ તેમની ધરપકડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

અમિત જેઠવા ગુજરાતના આરટીઆઇ અને એનવાયર્નમેન્ટ એક્ટિવિસ્ટ હતા. ગીરના જંગલોમાં ગેરકાનૂની ખનન પર તેમણે ઘણી આરટીઆઇ અને જનહીતની અરજીઓ દાખલ કરી હતી, 2010માં ગુજરાત હાઇકોર્ટની બહાર તેમને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

English summary
RTI activist Amit jethwa murder case: BJP MP Dinu Solanki arrested by CBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X