જાસૂસીના આરોપમાં ફસાયેલા શાહને યુવતીના પિતાએ આપી રાહત
અમદાવાદ, 16 નવેમ્બર: અમિત શાહ-સિંઘલા ફોન રેકોર્ડિંગ મામલામાં યુવતીના પિતા સામે આવ્યા છે. અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલ સમાચાર અનુસાર યુવતીના પિતાએ જણાવ્યું છે કે તેમણે પોતે જ પોતાની પુત્રીનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીને કહ્યું હતું. પિતાના જણાવ્યા અનુસાર મોદીની સાથે તેમના પરિવારનો સંબંધ છે. જોકે પિતાનું આ નિવેદન ભાજપ તરફથી જારી કરવામાં આવ્યું છે.
આ પહેલા શુક્રવારે ન્યૂઝ પોર્ટલ કોબરા પોસ્ટ અને ગુલેલે ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ અને અમદાવાદમાં એટીએસના એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલ જી.એલ સિંઘલાની વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો રેકોર્ડિંગ રજૂ કરી હતી. જેમાં અમિત શાહ, સિંઘલાને એક યુવતીની પળે-પળની ખબર રાખવાનું નિર્દેશ આપી રહ્યા હતા. વાતચીતની આ રેકોર્ડિંગ 4 ઓગસ્ટ 2009 અને 6 સપ્ટેમ્બર 2009ની વચ્ચેની છે. વેબસાઇટનો આરોપ છે કે નઝર અને ટેપિંગ માટે આપવામાં આવેલ આ આદેશ ગેરકાયદેસર હતો.

ઉલ્લેખનીય છે કે આઇપીએસ ઓફિસર સિંઘલા, ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી છે. તેઓ જેલમાં હતા અને તેમને હાલમાં જામીન મળેલ છે. અમિત શાહ હાલમાં ભાજપ તરફથી ઉત્તર પ્રદેશના પ્રભારી હોદ્દા પર છે, અને આવનારી સામાન્ય ચૂંટણીના પગલે તેમના માટે આ થોડેક અંગે સારા સમાચાર માની શકાય.












Click it and Unblock the Notifications
