અમિત શાહની ગુજરાતમાં ગ્રાન્ડ એન્ટ્રી, રૂપાણીએ કર્યું સ્વાગત

Written By:
Subscribe to Oneindia News

પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે 29 માર્ચના રોજ પહેલી વાર ગુજરાત આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય નેતાઓ એરપોર્ટ અમિત શાહના શાહી સ્વાગત માટે હાજર રહ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર ભાજપ કાર્યકર્તાઓ તથા યુવાઓની ભારે ભીડ જોવા મળી હતી. 10 હજાર યુવા મોરચા દ્વરા અહીં અમિત શાહનું સ્વાગત કરાશે. આનંદીબહેન પટેલ, ઋત્વિજ પટેલ, અમદાવાદના મેયર ગૌતમ શાહ, બાબુ બોખરિયા, પુરુષોત્તમ રૂપાલા, નાનુ વાનાણી, વી.સતીષ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ એરપોર્ટ પર હાજર છે.

આ સાથે જ ટ્વીટર પર #AmitGoBack ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે, તો બીજી બાજુ #GujaratWelcomesShah પણ હાલ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારતભરના અનેક સમર્થકો તથા વિરોધીઓ આ ટ્રેન્ડમાં સહભાગી બન્યા છે. વિધાનસભા ચૂંટણીઓ પછી લોકોમાં ભાજપ અને ભાજપના નેતાઓ કેટલા જાણીતા બન્યા છે, એ વાતની આ સાબિતી છે. ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે અમિત શાહનું સ્વાગત કરતાં ટ્વીટ કર્યું હતું.

જો કે, ગુજરાતમાં બાજપના સમર્થકો અને સામાન્ય જનતામાં અમિત શાહના આગમનનો ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો છે. આજે 29 માર્ચના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપના કાર્યકર્તાઓું વિજય વિશ્વાસ સંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં લગભગ 1 લાખ કાર્યકર્તાઓ હાજર રહેવાના હોવાનું કહેવાય છે.

અહીં વાંચો - યોગી પછી રૂપાણીએ કર્યું ગૌહત્યા મુદ્દે મોટું નિવેદન

અમિત શાહનો 30 માર્ચનો કાર્યક્રમ

  • 8.00 AM - અમિત શાહ સ્થાનિક નેતાની મુલાકાત કરશે
  • 10.00 - વિધાનસભામાં હાજરી આપશે
  • 11.00 - વિધાનસભા ખાતે તમામ ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
  • 12.00 - ગુજરતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મંત્રી મંડળ સાથે મુલાકાત કરશે
  • 2.00 - ભોજન
  • 3.00 - કમલમ કોબા ખાતે સરકાર અને સંગઠન પદાધિકારીઓ સાથે બેઠક કરશે
  • 8.00 - 9.00 - ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને ભોજન 

31 માર્ચ, 2017 ના રોજ અમિત શાહ ફરી દિલ્હી જવા રવાના થશે.

English summary
Amit Shah on his first Gujarat visit after assembly election 2017.
Please Wait while comments are loading...