અમિત શાહઃ CM તરીકે મોદી કરતા પણ વધારે પ્રસિદ્ધી મેળવશે રૂપાણી

Posted By:
Subscribe to Oneindia News

અમિત શાહ ભરૂચની મુલાકાતે હતા જ્યાં તેમણે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધી હતી આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે "ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે કામ કર્યું છે, વિજય રૂપાણી તેમના કરતાં પણ વધુ વિકાસના કાર્યો કરીને નવી સિદ્ધીઓ સર કરશે તેવું લાગે છે!"

amit shah

ભરૂચ ખાતે અમિત શાહે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંકની મુખ્ય શાખાની ઇમારત તેમજ એપીએમસીનું ઉદ્ઘાટન પણ કર્યુ હતુ. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતું કે કોંગ્રેસને વારેઘડિયે એવું સપનું આવે છે કે ગુજરાતમાં તેમની સરકાર આવશે.

નોંધનીય છે કે ભરૂચમાં અમિત શાહને આવકારવા 13000 યુવા કાર્યકરોએ રેલવે સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી રેલી કાઢી હતી. અને "ગુજરાત કા શેર આયા"ના નારા પણ લગાવ્યા હતા. વધુમાં આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.

English summary
Amit Shah praises Vijay rupani, told he may prove better CM than Modi.
Please Wait while comments are loading...