અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે, વિકાસ કામોનું લોકાર્પણ કરશે!
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રિય નેતાઓના આંટાફેરા સતત વધી રહ્યાં છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સમયે સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
અમદાવાદ : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રિય નેતાઓના આંટાફેરા સતત વધી રહ્યાં છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સમયે સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક તરફ રાજકિય ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે તો બીજી તરફ સરકાર સતત વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૃહુર્ત કરી રહી છે. હવે અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

મળતા સમાચાર મુજબ અમિત શાહ આવતીકાલે એટલે કે 19 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અને અમિત શાહના ગુજરાતના પ્રવાસો સતત ચાલુ છે ત્યારે આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લાના નારદીપુર ખાતે તળાવ બ્યુટીફિકેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ વિવિધ લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે જન્માષ્ઠમીનો તહેવાર પણ સાથે છે ત્યારે તેઓ વસ્ત્રાપુરની કલ્યાણપુષ્ટિ હવેલીમાં પરિવાર સાથે દર્શન કરવા પહોંચશે. અહીં તમને જણાવી દઈએ કે અમિત શાહ તહેવારોમાં મંદિરોમાં દર્શન કરવા પહોંચે છે. તો આ અવસરે પણ તેઓ દર્શન કરશે. આ સિવાય તેમના પ્રવાસને રાજકિય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં મોટી હલચલના પણ એંધાણ વરતાઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
