આણંદના સાસંદની પોલીસ સામે દાદાગીરીઃ વીડિયો વાઇરલ

Subscribe to Oneindia News

આણંદના સાંસદ દીલિપ પટેલનો પોલીસ સામે દાદાગીરી કરતો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ પીએસઆઈ અરૂણ કુમાર પરમાર સાથે જીભાજોડી કરી રહ્યા છે અને પોલીસને માપમાં રહેવા માટે જણાવી રહ્યા છે તથા ગાળાગાળી કરી રહ્યા છે.

anand video

આણંદ પાસે કરમસદમાં જમીન અંગે ઘણા સમયથી ચાલી રહેલા વિવાદને પગલે આજે આણંદના સાંસદ દિલીપ પટેલ અને પોલિસ વચ્ચે બોલાચાલી થઇ હતી. સાંસદ દિલીપ પટેલ પોલિસ પર દાદાગીરી કરી રહ્યા હતા. લોકોના સમજાવવા છતા દિલીપ પટેલનું ઉદ્દત વર્તન ચાલુ જ રહ્યુ હતુ. જેનો વીડિયો વાયરલ થઇ ગયો હતો.

આ અંગે પૂછવામાં આવતા દિલીપ પટેલે જણાવ્યુ હતુ કે બહેન અને બનેવીને પૈસા વધારે મળતા હોવાના કારણે આ વિવાદ થયો છે. હું સાંસદ તરીકે નહિ પરંતુ એક નાગરિક તરીકે પોલિસ પર ગુસ્સે થયો હતો. આ પહેલા પોલિસ પણ મારા પર ગુસ્સે થયા હતા. આ આખી ઘટના વીડિયોમાં દેખાય છે.

English summary
anand mla bullying the police, video viral
Please Wait while comments are loading...