For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું રાહુલ ગાંધી મહિલાઓ શું પહેરે છે તે જ જુએ છે?: આનંદીબેન

રાહુલ ગાંધીએ આરએસએસની મહિલાઓ શોર્ટ સ્કર્ટ કેમ નથી પહેરતી તે અંગે ટિપ્પણી કરતા ભૂતપૂર્ણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ અંગે રાહુલની માફીની માંગણી કરી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોંગ્રેસનો પંજો સ્થાપવાની મહેચ્છા સાથે મધ્ય ગુજરાતના પ્રવાસે નીકળેલા રાહુલ ગાંધીને હવે તેમના શબ્દો જ ભારે પડી રહ્યા છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તેમની નવસર્જન યાત્રામાં એક જનસભામાં સંધની શાખામાં મહિલાઓને એન્ટ્રી કેમ નથી? શું તમે આરએસએસની શાખામાં કોઇ મહિલાને શોર્ટ પહેરીને ફરતી કદી જોઇએ? તેવી ટિપ્પણી કરી હતી. જે બાદ આ વાતનો વિરોધ ખુદ ગુજરાતની પહેલી મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉઠાવ્યો છે. આનંદીબેન પટેલે રાહુલ ગાંધીને આવી અભદ્ર ટિપ્પણી કરવા માટે જાહેરમાં માફી માંગવાનું અને પોતાના શબ્દો પાછા લેવાનું કહ્યું છે.

Anandiben Patel

તેમણે કહ્યું કે જો રાહુલ આવું નહીં કરે તો આવનારી ચૂંટણીમાં ગુજરાતની મહિલાઓ એકપણ વોટ કોંગ્રેસને નહીં આપે. સાથે જ આનંદીબેને કહ્યું કે શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી મહિલાઓમાં આજે દેખે છે. કે તે શું પહેરે છે? નોંધનીય છે કે રાહુલ ગાંધી આંગણવાડીની મહિલાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે આ ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોંગ્રેસ મહિલાઓના સશક્તિકરણમાં માને છે. અને જો આવનારા સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તેમની સરકાર મહિલા સશક્તિકરણ અંગે પગલાં લેશે. પણ રાહુલની આ ટિપ્પણી પછી હાલ તો તેમની આ માટે નિંદા થઇ રહી છે.

English summary
Former Gujarat CM Anandiben Patel demands Congress' apology for Rahul Gandhi's statement "Ever saw women in shorts at RSS shakhas"?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X