For Quick Alerts
For Daily Alerts
કિશોર ભજિયાવાલાને ત્યાંથી મળ્યા વધુ 50 કિલો ચાંદીના વાસણ
આઇટી વિભાગે સતત પાંચમાં દિવસે કિશોર ભજિયાવાલની તપાસ ચાલુ રાખી છે જેમાં ચાલુ આઇટી વિભાગને 50 કિલો ચાંદીના વાસણ મળી આવ્યા હતા.
કિશોર ભજિયાવાલાના ભાગા તળાવ વિસ્તારમાં આવેલા શો રૂમના ભોંયરામાં રાખેલી તિજોરીમાંથી 50 કિલો ચાંદીના વાસણો મળી આવ્યા છે. મોડી સાંજથી આઈટી વિભાગે દરોડો પાડી કાર્યવાહી કરી રહી છે. કિશોર ભજીયાવાલા પાસેથી મળી આવેલી બે ચાવીમાંથી એક ચાવીની માહિતી મળી હતી. આ ચાવીની મદદથી બેઝમેન્ટ ખોલવામાં આવ્યું હતું. જો કે હજી સુધી ભજિયાવાલાએ બીજી ચાવી અંગે કોઈ વિગતો આપી નથી. બીજી ચાવીની તપાસ ચાલું છે. ઉલ્લેખનીય છે કે કિશોર ભજિયાવાળાની સંપત્તિનો આંકડો 400 કરોડ સુધી પહોંચ્યો છે અને હજુ 600 કરોડ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.