For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણપત વસાવાના સમર્થનમાં વાંકલ ગામે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે સભા સંબોધી!

કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત માંગરોળ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણપત વસાવાના સમર્થનમાં વાંકલ ગામ ખાતે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેર સભાને સંબોધી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત માંગરોળ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણપત વસાવાના સમર્થનમાં વાંકલ ગામ ખાતે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેર સભાને સંબોધી હતી.

Ganpat Vasava!

માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પાર્ટી ઉપર આંકડા પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે માત્ર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રાજ કર્યું છે, જ્યારે ભાજપે વિકાસ સુશાસનના મુદ્દે રાજનીતિ કરી લોકોને સારું શાસન આપ્યું છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ પુર જોસમાં જામ્યો છે ત્યારે મતદારોને આકર્ષવા માટે ઠેર ઠેર સંમેલન યોજાઇ રહ્યા છે.

વાંકલ ગામે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. માંગરોળ ના ધારાસભ્ય અને બેઠકના ઉમેદવાર ગણપત વસાવાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આંકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસની બહેરી મૂંગી સરકારે આદિવાસીઓનો અવાજ તેના શાસનમાં સાંભળ્યો નથી ભાજપે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિકાસ કાર્યો થયા છે અનેક યોજનાઓનો લાભ આદિવાસી સમાજને મળ્યો છે.

વિજય વિશ્વાસ સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ટુકડે ટુકડે ગેંગ સાથે ફરી ભારત જોડો યાત્રા કરે છે જે લોકો દેશના ટુકડા કરવા માંગે છે તેવાને સમર્થન કરી રહ્યા છે. કોંગ્રેસનો ઇતિહાસ ભાગલા પાડો અને રાજ કરોનો છે. વિકાસની રાજનીતિ સુશાસનની રાજનીતિ માત્ર ભાજપ પક્ષ કરે છે અને સારા શાસનને કારણે જ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ પાર્ટીનું શાસન છે. ગુજરાતના સમજુ મતદારો કોંગ્રેસને જાકારો આપશે અને ફરી ગુજરાતમાં ભાજપની મજબૂત સરકાર બનશે આ સંમેલનમાં સમગ્ર માંગરોળ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપ પક્ષના કાર્યકરો અને આમ જનતા ઉમટી પડી હતી.

English summary
Anurag Thakur addressed a public meeting in support of Ganpat Vasava!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X