પ્રરપ્રાંતિય લોકોને રોજગારી આપવામાં ગુજરાતનો અરવલ્લી જિલ્લો અવલ્લ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઘણ બધા લોકો રોજગારી માટે આવે છે વ્હાઇટ કોલર જોબ કરતા લોકો તો અહીં આવે જ છે સાથે સાથે ખેતી અને મજૂરીકામ કરતા લોકો પણ ગુજરાતમાં આવીને રોજમજૂરી મેળવે છે અને આનંદની વાત એ છે કે રોજગારી આપવામાં સાબરકાંઠા જિલ્લો પ્રથમ રહ્યો છે. ખાસ કરીને ઘઉંની ખેતી દરમિયાન પરપ્રાંતિય લોકો ઘણી મજૂરી મેળવે છે.

aravalli

એન્કર- સાબરકાઠા જીલ્લો પરપ્રાંતીય લોકો ને રોજગારી આપવામાં અવ્વલ અંદાજે ૩૦ હજારથી વધુ લોકો ઘઉં નો પાક કાપી આખું વર્ષ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે તેટલું માત્ર એક-દોઢ મહિનામાં કમાઈ લે છે સાબરકાઠા જીલ્લો આમતો ખેતી ઉપર નભતો જીલ્લો છે ખેતી જીલ્લાનો મુખ્ય આવક નો સ્ત્રોત છે. થોડા સમય પહેલા જ વિધાનસભામાં સરકારે જીલ્લામાં ૧૫,૭૩૩ લોકો બેરોજગાર હોવાનું જાહેર કરેલું. ત્યારે ખેતી ઉપર નભતો જીલ્લો દાહોદ,પંચમહાલ,મહીસાગર,ડુંગરપુર જેવા જીલ્લામાંથી આવતા આદિવાસી લોકો મોટી સંખ્યામાં જીલ્લામાં આવી એક દોઢ મહિના સુધી મહેનત કરી આખું વર્ષ પોતાના કુટુંબ નું ભરણ પોષણ કરે તેટલું અહીંથી કમાય છે જીલ્લામાં મોટો ભૂ ભાગ ગામડાઓમાં વસેલો છે ૬૭૬ ગામ ધરાવતા જીલ્લામાં એક ગામમાં અદાજે ૩ થી ૪ આદિવાસીઓની ટુકડીઓ ઘઉં કાપવા આવતી હોય છે એક ટુકડી માં ૧૫ થી ૨૦ માણસ હોય છે. એટલે આશરે ૩૦ હજારથી પણ વધુ અલગ લગ જીલ્લાનાં આદિવાસી લોકો અહી આવી ઘઉં ની કાપણી અને લરણી કરી ટુકડી નો એક માણસ અંદાજે ૫૦ થી ૬૦ મણ ઘઉં અહી મહેનત કરી કમાય છે. જેનાથી તેઓ પોતાના વતનમાં લઈ જઈ આખા કુટુંબનું ભારણ પોષણ કરે છે . હાલ ઉનાળાનાં આકરા તડકામાં પણ ૪૧ થી ૪૨ ડીગ્રી તાપમાન માં પણ મહેનત કરી આખા વર્ષનું ભાથું આદિવાસી લોકો અહીંથી લઈ જાય છે અને સાંજ પડે એક હળવા સ્મિત સાથે સાંજનું વાળું કરી આરામ કરે છે અને વહેલી સવારે પાછા ઘઉંની કાપણી કરવા લાગી પડે છે. 

મુખ્ય ખેતી સાથે જોડાયેલ જીલ્લામાં ઘઉંનો પાક મુખ્યત્વે હોય છે ખેડૂતો અહી ૪૯૬ ,લોકવન ,ટુકડી જાતના ઘઉંનું વાવેતર કરતા હોય છે

મહીસાગર,ડુંગરપુર,સંતરામપુર જીલ્લામાંથી આદિવાસી લોકો અહી પેટીયું રળવા આવતા હોય છે ત્યારે જીલ્લાના ખેડૂતો પણ હજારો ની સંખ્યામાં આવતા આદિવાસી લોકો ને રહેવા ની ,પાણીની તેમજ બળતણ માટે લાકડા ની સગવડ આપે છે અને આદિવાસી લોકોને રોજગારી પણ પૂરી પાડે છે તેમજ આવેલી ટુકડીમાં માં કોઈ માંદગી માં સપડાય તોય ખેડૂતો તેમને દવાખાને લઇ જઈ માનવતા પણ દાખવતા હોય છે .મોટી સંખ્યામાં આવતા આદિવાસી લોકોને ઘઉંની કાપણી સામે બંધારણ પ્રમાણે એક વીઘે ૮ મણ (૧૬૦ કિલો) જેટલા ઘઉં રોજગારી તરીકે આપતા હોય છે .આમ આદિવાસીની એક ટુકડી અદાજે ૧૫૦ થી ૨૦૦ વીઘા ઘઉંની કાપની કરતા હોય છે અને રોજગારી મેળવે છે .

જગતનો તાત ભલે ગરીબ રહે પણ કાળી મજૂરી કરી પોતે ઉગાડેલું અનાજ પશુ ખાય ,પક્ષી ખાય, પોતે ખાય અને બીજાને ખવડાવીને ખરા અર્થમાં જગતના તાતની ભૂમિકા અદા કરે છે.

English summary
Aravalli district of Gujarat provide highest employment to outsider

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.