આર્ટિકલ 370 હટ્યા પછી કચ્છ બોર્ડર પર પાકિસ્તાનની ગતિવિધિ ઝડપી બની
જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાના ભારતના નિર્ણયને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાના ભારતના નિર્ણયને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીની કચ્છ સરહદ પર પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. અહીં ભારત સરકારે સૈન્ય અને વાયુસેનાને પણ હાઈએલર્ટ પર મૂકી દીધી છે. એવું કહેવામાં આવે છે કે રવિવારે પાકિસ્તાનમાં સુરક્ષા એજન્સીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભારતીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની નજીકથી સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા બાદ કચ્છ સહિત પંજાબ બોર્ડર પર મરીન જવાનોની જમાવટ શરૂ થઈ. જોકે, પાકિસ્તાનની આ હરકતોને ધ્યાનમાં રાખીને ભારતીય સુરક્ષા એજન્સીઓ સાવચેત બની છે. 24 કલાક સરહદ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આજે સવારથી જ કચ્છ બોર્ડર પાર પાકિસ્તાની મરીન સિક્યુરિટી વાહનોની અવરજવર સાથે કમાન્ડોની ગોઠવણી પણ જોવા મળી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ પાકિસ્તાનની આ હરકતો પર નજર રાખી રહી છે અને સરહદોની સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે. જો પાકિસ્તાન કોઈ ખોટું પગલું ભરે તો ભારતીય સુરક્ષા દળો તેમને વળતો જવાબ આપવા માટે સજાગ છે.
આ પણ વાંચો: 370 હટાવવા પર ઇમરાન ખાને વધુ એક પુલવામાંની ધમકી આપી
આ પહેલા એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને કચ્છની સરહદ પર તેના મરીન સિક્યુરિટીના જવાનો તૈનાત કર્યા હતા. બાદમાં તેઓને દૂર કરવામાં આવ્યા હતા અને સૈન્યના અન્ય જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે જમ્મુ-કાશ્મીર અંગે ભારત સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન નારાજ થઈ ગયું છે. તેમજ મરીન બટાલિયનના જવાનો ફરીથી ગોઠવવામાં આવ્યા છે. અહીં 8 દિવસ બાદ ભારતીય સેના પણ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને એલર્ટ થઈ ગઈ છે.
આ પણ વાંચો: Article 370: હવે PoK પર શું હશે ભારતની સ્થિતિ, જાણો તેનો ઈતિહાસ-ભૂગોળ












Click it and Unblock the Notifications
