ગુજરાતમાં કૃત્રિમ તાજા પાણીનું સરોવર બનાવાશે

રાજ્ય સરકાર હવે એક નવી સિદ્ધિ હાંસલ કરવા આગળ વધી રહી છે. આ સિદ્ધિ વિશ્વસ્તરની હશે. નવી યોજનામાં વિશ્વનું સૌથી વિશાળ કૃત્રિમ ફ્રેશવોટર સરોવર બનાવવામાં આવશે. ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબો ડેમ બાંધવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ભાગમાં પાણીની ખૂબ તંગી છે. ત્યાં પાણીની અપૂરતી સપ્લાયને લીધે ખેતીવાડીને માઠી અસર પહોંચી છે. આ સમસ્યાને દૂર કરવા ખંભાતના અખાતમાં ફ્રેશવોટર સરોવર બાંધવામાં આવી રહ્યું છે જેમાં 10,000 (મિલિયન ક્યૂબિક મીટર) એડિશનલ રેનવોટરનો સંગ્રહ કરવામાં આવશે.
આ યોજના માટે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ વ્યાપક સર્વેક્ષણો કર્યા છે. ચેન્નઈ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી દ્વારા શક્યતા અભ્યાસ આ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થવાની ધારણા છે અને ત્યારબાદ પ્રોજેક્ટ આવતા વર્ષથી શરૂ થશે.












Click it and Unblock the Notifications
