For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ ગામોને અરૂણ જેટલી લીધા દત્તક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વડોદરા, 18 ડિસેમ્બર: નાણામંત્રી અરૂણ જેટલીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના વડોદરા જિલ્લામાં કરનાલી સમૂહ પંચાયતના ગામોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. ડભોઇ તાલુકાની કરનાલી સમૂહ પંચાયત હેઠળ કરનાલી, પિપલિયા, વાડિયા અને બગલિપુરાના ચાર ગામ આવે છે.

વડોદરા જિલાના ક્લેક્ટર વિનોદ રાવે જણાવ્યું કે તેમને આ સંબંધમાં ગઇકાલે અરૂણ જેટલીનો પત્ર મળ્યો છે. વિનોદ રાવે કહ્યું જિલ્લા વહિવટીતંત્ર ગામોમાં વિભિન્ન સુવિધાઓનો વિકાસ કરશે અને કરનાલીને પર્યટન સ્થળ બનાવશે કારણ કે દર વર્ષે ભગવાન શિવના લાખો શ્રદ્ધાળુ આ ગામમાં સ્થિત કુબેર ભંડારી મંદિરના દર્શન કરવા આવે છે.

arun-jaitley

ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એલબી બામણિયાએ જણાવ્યું કે ચાર ગામોની કુલ વસ્તી 2,506 છે જેમાં કરનાલી-736, પિપલિયા-717, વાડિયા-631 અને બગલિપુરામાં 422ની વસ્તી સામેલ છે.

સ્થાનિક પુજારીએ કહ્યું કે કરનાલી ગામ સ્થિત પ્રાચીન કુબેર ભંડારી મંદિરનું પૌરાણિક મહત્વ છે. આ સ્થળ એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે વિકસિત થઇ શકે છે કારણ કે લાખો શ્રદ્ધાળુ અમાવસ્યાના દિવસે અહીંયા પૂજા-અર્ચના કરવા આવે છે.

English summary
Union Finance Minister Arun Jaitley has decided to adopt Karnali group panchayat villages in Gujarat’s Vadodara district as part of the ‘Sansad Adarsh Gram Yojna’, a senior official has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X