વલસાડમાં આસારામના ભક્તોએ જ ફૂંકી માર્યો 'બાપુ'નો આશ્રમ!

વલસાડ, 22 ઓક્ટોબર: શારિરીક શોષણ બાદમાં બળાત્કારના આરોપોથી ઘેરાયેલા આસારામના ગુજરાતમાં વલસાડના પારડી ગામ સ્થિત આશ્રમને સળગાવી દીધો છે. આશ્રમમાં બનાવેલી આસારામની શાંતિ કુટિરને પણ આગ લગાવીને ફૂંકી મારવામાં આવી છે. આસારામના ભક્તોએ આની વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે.

પાંચ વર્ષ પહેલા આસારામના બે લોકોએ આસારામના ગામમાં આશ્રમ બનાવવા માટે જમીન આપી હતી. આ આશ્રમ પર દર ગુરુવારે મોટી સંખ્યામાં આસારામના સાધકો આવી પહોંચતા હતા. આસારામ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ બંનેએ આશ્રમમાં રહી રહેલા સાધકોને જમીન ખાલી કરી દેવા જણાવ્યું હતું.

asaram bapu
પરંતુ આશ્રમમાં રહી રહેલા સાધકોએ આશ્રમને ખાલી કર્યો નહીં. જેના પગલે છેલ્લા એક અઠવાડિયાથી જમીન માલિકો અને આશ્રમના સાધકોની વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો. આજ જમીન માલિકોએ પોતાના જૂથ સાથે મળીને આશ્રમને તોડી પાડ્યો અને આશ્રમના કેટલાંક ભાગોમાં આગ લગાવી દીધી હતી.

આશ્રમ સળગાવવાની સૂચના મળતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે આશ્રમમાં મચેલી ઘમાસાણ પર કાબૂ મેળવી લીધો. પરંતુ આશ્રમમાં આગ લગાવનાર ભાગી ગયા. મળતી માહિતી અનુસાર આશ્રમના સાધકોએ કેટલાક લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X