For Daily Alerts
રિમાન્ડ ખતમ, સાબરમતી જેલ મોકલવામાં આવ્યા આસારામ
ગાંધીનગર, 22 ઓક્ટોબર: બળાત્કારના આરોપોમાં ઘેરાયેલા આસારામની મુશ્કિલો ઓછું થવાની નામ લેતી જ નથી. આસારામને ફરીથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે આસારામના પોલીસ રિમાન્ડ પૂરા થઇ ગયા છે, ત્યારબાદ તેમને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આસારામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા હતા.
આસારામને હવે સાબરમતી જેલમાં મોકલવામાં આવશે. 25 તારીખે જોધપુરમાં આસારામને રજૂ કરવામાં આવશે. બની શકે છે કે આવતીકાલે અથવા ત્યારબાદ તેમને જોધપુર પોલીસ લઇ જશે.
સુરતની બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આસારામના પુત્ર નારાયણ સાંઇની જામીન પર સુનાવણી આવતીકાલ સુધી ટાળી દેવામાં આવી છે. બળાત્કારનો આરોપ દાખલ થયા બાદથી નારાયણ સાંઇ પર ફરાર છે.