For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીરના જંલમાં એશિયાઈ સિંહોની વસતીમાં 29% વધારો, સંખ્યા 674 થઈ

ગીરના જંલમાં એશિયાઈ સિંહોની વસતીમાં 29% વધારો, સંખ્યા 674 થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યામાં વધારો થયો છે. ગીર વન્યજીવ અભ્યારણ્યમાં શિંહની સંખ્યા વધવા પર પીએણ નરેનદ્ર મોદીએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. જાણખારી મુજબ 29 ટકાના વધારા સાથે ગીરમાં વસતા એશિયાઈ સિંહની સંખ્યા 674 થઈ ગઈ છે. એશિયાઈ સિંહો માટે ગીર અભ્યારણ્ય એકમાત્ર આશ્રય સ્થળ છે. વધુ એક ગુડ ન્યૂજ એ પણ છે કે અહીં આ સિંહોને રહેવા માટેના વિસ્તારનું પણ 36 ટકાથી વિસ્તરણ થયું છે. અત્યારે ગીરમાં કુલ 206 સિંહ, 309 સિંહણ અને 137 બાળ સિંહ છે, આ ઉપરાંત 22 સિંહ એવા છે જેની ઓળખ નથી થઈ શકી.

સિહની વસ્તી થઈ 674

સિહની વસ્તી થઈ 674

બુધવારે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'બે ગુડ ન્યૂજ છે, ગુજરાતના ગીર જેગલમાં રહેતા એશિયાઈ સિંહોની વસ્તી 29 ટકા સુધી વધી છે. તેમના રહેણાંક વિસ્તારમાં 36 ટકાનો વધારો થયો છે. આના માટે ગુજરાતના લોકોની સાથેસાથ એવા લોકો પણ શુભેચ્છાને પાત્ર છે જેમના પ્રયાસોથી આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે.' ગુજરાત સરકારે દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ વર્તમાનમાં ગીર જંગલોમાં 674 એશિયાઈ સિંહ રહે છે. એશિયાઈ સિંહોની વસ્તીનું આંકલન દર પાંચ વર્ષે કરવામાં આવે છે. અગાઉ 2015માં સિંહની ગણતરી થઈ હતી, ત્યારે સિંહની કુલ સંખ્યા 523 હતી.

પૂનમ અવલોકનમાં આંકડા સામે આવ્યા

પૂનમ અવલોકનમાં આંકડા સામે આવ્યા

અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ગત કેટલાક વર્ષોથી ગુજરાતમાં સિંહની જનસંખ્યા વધી રહી છે. આવું સામુદાયિક ભાગીદારી, પ્રૌદ્યોગિકી પર જોર , વન્ય સ્વાસ્થ્ય સેવા, યોગ્ય આવાસ મેનેજમેન્ટ અને માનસ -સિંહ સંઘર્ષને ઘટાડવાના પગલાંથી થઈ રહ્યું છે. ઉમ્મીદ છે કે સકારાત્મક વલણ આગળ પણ આવી રીતે જ ચાલુ રહેશે. સિંહની સંખઅયાની ગણતરી પૂર્ણિમાની રાતે કરવામાં આવે છે. આ વખતે 5 અને 6 જૂનના રોજ ગણતરી કરવામાં આવી છે.

પીએમ મોદીએ ફોટો શેર કર્યો

પીએમ મોદીએ ફોટો શેર કર્યો

સામાન્ય રીતે મે મહિનામાં સિંહની ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસ અને લૉકડાઉનને પગલે સિંહની ગણતરીમાં વિલંબ થયો. સત્તાવાર જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સિંહની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જણાવી દઈએ કે પીએમ મોદીએ પોતાના ટ્વીટ સાથે સિંહની કેટલીક તસવીરો પણ શેર કરી છે.

કોરોના વચ્ચે દિલ્હી સરકારની મુશ્કેલી વધી શકે, ડૉક્ટરોએ સામૂહિક રાજીનામાની ચેતવણી આપીકોરોના વચ્ચે દિલ્હી સરકારની મુશ્કેલી વધી શકે, ડૉક્ટરોએ સામૂહિક રાજીનામાની ચેતવણી આપી

English summary
Asiatic lion population increased by 29 percentage in gir sanctuary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X