280 કરોડના ડ્રગ્સ કૌભાંડના મુખ્ય આરોપી કિશોર સિંહ રાઠોડની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં ગત વર્ષે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું એવું ડ્રગ્સ કૌભાંડ પકડાયું હતું. અમદાવાદના દહેગામ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 280 કરોડની કિંમતનો 1300 ગ્રામ કિલોગ્રામ પ્રતિબંધિત એફિડ્રીન નામનો પાવડરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે ત્યારે નરેન્દ્ર સાચા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને મુખ્ય સૂત્રધાર કિશોર સિંહ રાઠોડ ભાગી નીકળ્યો હતો.

drugs

ચંબલની ઘાટીમાં છુપાયેલો હતો કિશોર

આ મુખ્ય આરોપી કિશોર સિંહ રાઠોડની આજે ધરપકડ કરવામાં આવી છે. કિશોર સિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર છે. છેલ્લા 9 મહિનાથી એટીએસ તેને ચંબલની ઘાટીમાં શોધી રહી છે. આજે એટીએસના અધિકારીઓએ ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશ-રાજસ્થાન બોર્ડર પરથી કિશોર સિંહ રાઠોડની ધરપકડ કરી છે.

અહીં વાંચો - વાઇબ્રન્ટ ગુજરાત 2017: PM નરેન્દ્ર મોદી પહોંચ્યા ગુજરાત

drugs

ડ્રગ માફિયાઓ સાથે કરી હતી મુલાકાત

આ મામલે એટીએસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, ડ્રગ્સનો આ જથ્થો મહારાષ્ટ્રના સોલાપુર જીઆઇડીસી ખાતે આવેલી એ-વન નામની કંપનીમાંથી લાવવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતા મહારાષ્ટ્ર પોલીસે રેડ કરી આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કંપનીના માલિક અને મેનેજર બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
આ એફિડ્રીન નામક ડ્રગને ટેબ્લેટનું સ્વરૂપ આપી વિદેશ મોકલાની યોજના હતા કિશોર સિંહ રાઠડ અને તેના મિત્ર જય મુખીની. આ માટે આ બંન્નેએ દુબઇમાં કેન્યાના ડ્રગ્સ માફિયા સાથે મુલાકાત પણ કરી હતી, પરંતુ ત્યાં વાત ન બનતા કિશોર સિંહ રાઠોડે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે ડીલ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિક્કી ગોસ્વામી મૂળ અમદાવાદનો છે અને તે કેસમાં વોન્ટેડ છે.

કિશોર સિંહ રાઠોડની ધરપકડ આ કેસમાં ખૂબ મહત્વપૂર્ણ છે, આ સંપૂર્ણ રેકેટમાં તે મૂલ સૂત્રધાર હતો અને આથી જ આ ધરપકડ બાદ ડ્રગ્સ કૌભાંડ મામલે આગળની માહિતી મળી શકે એમ છે. પોલીસ આ આરોપીને લઇને અમદાવાદ આવવા રવાના થઇ ગઇ છે.

English summary
ATS finally arrested the main culprit of the biggest drugs racket of Gujarat, Kishor Sinh Rathod. He was the mastermind of this racket, ATS arrested Kishor from Madhya Pradesh-Rajasthan border.
Please Wait while comments are loading...