ગોધરાઃ કતલખાને જતા પશુ બચાવવા ગયેલી પોલીસ પર હુમલો

મળતી માહિતી અનુસાર, સંતલપુર ખાતે ગાયોને કતલખાને લઇ જવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં 30 ગાયોને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન પોલીસ અને ઉપસ્થિત ટોળા વચ્ચેનું વાતાવરણ ઉગ્ર થઇ જવા પામ્યુ હતું અને અથડામણ થઇ હતી.
પોલીસ પર ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે પોલીસ સ્વરક્ષા કાજે હવામાં ફાયરિંગ કર્યું હતું અને ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
